ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સંગઠનમાં અનેક ફેરફાર કર્યા છે. તે મુજબ ઈસુદાન ગઢવીને ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી પ્રમુખ બનાવાયા છે. ઉપરાંત ગોપાલ ઈટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રભારી બનાવાયા છે. અલ્પેશ કથિયીયાને સુરતના કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. ચૈતર વસાવાને દક્ષિણ ગુજરાતના કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. ઉપરાંત ડો. રમેશ પટેલને પણ જવાબદારી સોંપાઈ છે. સૌરાષ્ટ્રની જવાબદારી જગમલ વાળાને સોંપાઈ હતી. જેવલ વસરાને પણ જવાબદારી સોંપાઈ છે. ઉપરાંત કૈલાશ ગઢવીને પણ જવાબદારી અપાઈ છે.
ગોપાલ ઈટાલિયા પાસેથી છીનવાયું પ્રદેશ અધ્યક્ષ પદ
ગુજરાતમાં ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીએ ઘણી મહેનત કરી હતી. ગુજરાતમાં જોર-શોરથી પ્રચાર કર્યો હતો. ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 182માંથી 5 સીટો પર વિજય મેળવ્યો હતો. ત્યારે ચૂંટણી પૂર્ણ થયા પછી આમ આદમી પાર્ટીએ મંથન કર્યું છે. સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. જે જવાબદારી પહેલા ગોપાલ ઈટાલિયા સંભાળતા હતા તે જવાબદારી હવે ઈસુદાન ગઢવી સંભાળશે. ચૂંટણી પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીના નેતા એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. ગઈકાલે તેમની મીટિંગ મળી હતી જેમાં આ નિર્ણય લેવાયો હોઈ શકે છે.