લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવી રહ્યો છે. પાર્ટી પોત પોતાની રીતે ચૂંટણી પ્રચાર કરશે, વિવિધ કેમ્પેઈન લોન્ચ કરશે વગેરે વગેરે... આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ ચૂંટણીને લઈ કેમ્પેઈન લોન્ચ કરી દીધું છે. લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ નવા સ્લોગન સાથે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. જે નવો સ્લોગન છે તેની વાત કરીએ તો જેલ કા જવાબ વોટ સે... આ કેમ્પેઈનની અનેક તસવીરો સામે આવી છે. પોસ્ટરમાં અરવિંદ કેજરીવાલને જેલની પાછળ દર્શાવવામાં આવ્યા છે અને નીચે લખવામાં આવ્યું છે જેલનો જવાબ વોટ થી...
અરવિંદ કેજરીવાલ હાલ છે જેલમાં!
આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક મુદ્દાઓને ઉઠાવવામાં આવતા હોય છે ત્યારે આમ આદમી પાર્ટીએ ચૂંટણી કેમ્પેઈનની શરૂઆત કરી દીધી છે અને તેમાં અરવિંદ કેજરીવાલ જેલમાં તે મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી તેમજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ જેલમાં છે. કથિત દારૂ કૌભાંડને લઈ તેમની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ માટે તેમને અનેક વખત ઈડીએ સમન્સ મોકલ્યું હતું પરંતુ તે હાજર થયા ના હતા ત્યારે ઈડી તેમના ઘરે પહોંચી ગઈ હતી અને અનેક કલાકોની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી.
લોકસભા ચૂંટણી માટે પ્રચારની કરી આમ આદમી પાર્ટીએ શરૂઆત
ના માત્ર અરવિંદ કેજરીવાલ પરંતુ મનીષ સિસોદિયા પણ જેલમાં છે. અરવિંદ કેજરીવાલ જેલમાં છે અને આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યા બાદ આપના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. આમ આદમી પાર્ટીના ગોપાલ રાયે કહ્યું કે દરેક લોકોના મનમાં એક જ સવાલ હતો કે અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા તો તેમના વિના ચૂંટણી પ્રચાર કેવી રીતે થશે.? જેઓ અરવિંદ કેજરીવાલને પ્રેમ કરે છે, તેમની જવાબદારી બને છે કે તેઓ કેજરીવાલ માટે કામ કરે.. તે ઉપરાંત સંજયસિંહ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમણે દિલ્હીના લોકોને અપીલ કરી હતી કે વોટ કરતી વખતે આ જરૂર જોઈને જજો... ત્યારે જોવું રહ્યું કે આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલું આ અભિયાનની શું અસર પડે છે.?