10 વર્ષ પહેલા બનેલી આમ આદમી પાર્ટીએ, રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવી લીધો છે. દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ અનેક રાજ્યોમાં આમ આદમી પાર્ટી પોતાનું કદ વધારી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ આપને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે.
આમ આદમી પાર્ટીને મળ્યું રાષ્ટ્રીય પાર્ટીનું બિરૂદ
ગુજરાત વિધાનસભામાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. ગુજરાતમાં ભલે આમ આદમી પાર્ટીને સારી સીટો ન મળી પરંતુ આપના વોટ શેરમાં વધારો થયો છે. વિધાનસભાની ચૂંટણી્માં માપદંડ પ્રમાણે 12 ટકા વોટશેર હાંસિલ કરી નેશનલ પાર્ટીનું ટેગ મેળવ્યું છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક વીડિયો મેસેજ શેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી હવે નેશનલ પાર્ટી બની ગઈ છે.
દિલ્હીમાં પૂર્ણ બહુમતીની સરકાર હતી જે બાદ પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બની ગોવામાં પણ 6 ટકા વોટ શેર મળ્યા હતા જે બે સીટો જીતવાનો મુદ્દો પૂરો કરે છે. અને ત્યારબાદ ગુજરાતની ચૂંટણીમાં આપે 12.92 ટકા વોટ શેર મેળ્યો હતો.
રાષ્ટ્રીય પાર્ટી બન્યા બાદ મળતા ફાયદા
નેશનલ પાર્ટી બન્યા બાદ પાર્ટીના થતા ફાયદાની વાત કરીએ તો ચૂંટણી નિશાન કોઈ અન્યથી નહીં વપરાય. ઝાડુ નિશાન સમગ્ર દેશમાં સરખો રહેશે. એને હવેથી ચૂંટણી ચિન્હ નહીં બદલાય. ઉપરાંત દુરદર્શન તેમજ ઓલ ઈન્ડિયા રેડિયો પર પોતાની પાર્ટીનો પ્રચાર કરી શકશે. પક્ષનું મુખ્યાલય બનાવા સરકારી જમીન પણ મળે છે. ઉપરાંત રાષ્ટ્રીય પાર્ટી 40 સ્ટાર પ્રચારકો ઉતારી શકે છે. સ્ટાર પ્રચારકો દ્વારા ચૂંટણી પ્રચાર પાછળ કરવામાં આવતો ખર્ચ કેન્ડિડેટ પાછળ વપરાતા ખર્ચમાં ઉમેરો નહીં થાય.
બીજા અનેક છે માપદંડ
આ સિવાય બીજા માપદંડ છે જેને કારણે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી શકે છે. જો કોઈ પાર્ટી 4 રાજ્યોમાં સ્ટેટ પાર્ટી તરીકે ઉભરી આવે છે તો પણ રાષ્ટ્રીય પક્ષ બની શકે છે. રાજ્યપક્ષની શ્રેણીમાં જોડાવા માટે કોઈપણ પક્ષને રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં 6 ટકા મત અથવા બે બેઠકો મેળવી પડે છે. અને જો વોટ શેરિંગ 6 ટકા ઓછી હોય તો 3 સીટો મેળવવી પડે છે. અથવા તો પાર્ટી પાસે ઓછામાં ઓછા ત્રણ રાજ્યોમાં લોકસભાની 2 ટકા બેઠકો હોવી જોઈએ.
આ પાર્ટીને મળેલી છે રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા
આમ આદમી પાર્ટી સિવાય ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી, નેશનિલ્ટ કોંગ્રેસ પાર્ટી જેવી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા મળી છે.