વધતી મોંઘવારીને લઈ આમ આદમી પાર્ટીએ કર્યા પ્રહાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-25 16:43:18

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. વિધાનસભાની ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ટ્વિટર પર એક ટ્વિટ કરી છે જેમાં લખ્યું છે કે જો ઘરમાં સોનું ચાંદી ન હોય તો પણ ચેતતા રહેજો, હવે તો ગેસનો બાટલો ચોરાય એવી મોંઘવારી છે.


મોંઘવારીને લઈ આપે કર્યા પ્રહાર 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આ વખતે ચૂંટણીનો જંગ જામવાનો છે. દરેક પાર્ટી પોતાના મુદ્દાઓ પર પ્રચાર કરી રહી છે. દરેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં સોશિયલ મીડિયોનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ટ્વિટર પર દરેક પાર્ટી એક બીજા પર પ્રહાર કરી રહી છે. ત્યારે વધતી મોંઘવારીને લઈ આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. 

જીવન જરૂરિયાની ચીજ વસ્તુના વધી રહ્યા છે ભાવ  

દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. જીવન જરૂરિયાત વસ્તુઓનો ભાવ સતત વધી રહ્યો છે. દૂધ, શાકભાજી, રાંધણ ગેસના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આપે વધતી મોંઘવારીને લઈ કટાક્ષ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી લખ્યું કે ઘરમાં સોનું, ચાંદી ન હોય તો પણ ચેતતા રહેજો, હવે તો ગેસનો બાટલો ચોરાય એવી મોંઘવારી છે.   




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...