આમ આદમી પાર્ટીએ પીએમ મોદી પર કર્યા પ્રહાર! જાણો કેમ AAPના નેતાએ કહ્યું કે 'जब तक Modi जी जीवित हैं, वही PM बनेंगे।'


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-16 13:43:42

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી તેની તૈયારીઓમાં લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે. વિપક્ષને મજબૂત કરવાની કોશિશ અનેક નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે. મોદી સરકાર પર મુખ્યત્વ દરેક પાર્ટી આરોપ લગાવતી રહે છે કે ભાજપ સંવિધાનને ખતમ કરી દેશે. ત્યારે ગુરૂવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તાએ નિવેદન આપતા કહ્યું કે જો મોદીજી ફરી પ્રધાનમંત્રી બનશે તો ભાજપવાળા સંવિધાનને જ ખતમ કરી દેશે અને કહેશે કે જ્યાં સુધી મોદીજી જીવિત છે ત્યાં સુધી તે જ પીએમ રહેશે.


વિપક્ષ એક થાય તે માટે અનેક નેતાઓ કરી રહ્યા છે પ્રયાસ!

ભાજપ પર અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા આરોપો લગાવવામાં હોય છે કે ભાજપ તાનાશાહી કરે છે. સંવિધાનને ખતમ કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે આ વાત ફરી એક વખત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા દ્વારા કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે આ અંગેનું નિવેદન આપ્યું હતું. આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વિપક્ષ એક થઈ ચૂંટણી લડે તેવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. આ મામલે અનેક નેતાઓએ મુલાકાત પણ કરી છે. 


'ભાજપ સંવિધાન ખતમ કરી દેશે' - સૌરભ ભારદ્વાજ

ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે જો 2024ની લોકસભાની ચૂંટણી બધા વિપક્ષી દળો એક થઈ નઈ લડીએ તો, એવું પણ થઈ શકે છે કે આગળ ચૂંટણી પણ ન થાય. જો મોદીજી ફરી એક વખત પીએમ બનશે તો ભાજપ વાળા સંવિધાનને ખતમ કરી દેશે અને જ્યાં સુધી પીએમ મોદી જીવતા છે ત્યાં સુધી તે પીએમ રહેશે. લાખો લોકોની કુરબાની બાદ જે આઝાદી મળી છે તે ખતમ થઈ જશે.        
  

ભાજપના નેતાએ આપ્યો જવાબ!

આના પર ભાજપ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. દિલ્હી ભાજપના અધ્યક્ષે પલટવાર કરતા કહ્યું કે આક્ષેપો કરવાને બદલે, ભારદ્વાજે સમજવું જોઈએ કે તેમની પાર્ટી તે પક્ષો અને રાજકીય નેતાઓને પણ સ્વીકારવા માટે આટલી આતુર કેમ છે કે જેમની પર કેજરીવાલ ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા હતા. મહત્વનું છે કે ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે પરંતુ રાજનીતિ હમણાંથી ગરમાઈ રહી છે. 


વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..