આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પાંચમી લિસ્ટ જાહેર કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 13:41:04

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ વધુ 12 ઉમેદવારની લીસ્ટ જાહેર કરી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદ સંબોધી આપના નવા ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી હતી. 

જાણો આમના નવા મૂરતિયાઓ કોણ છે અને ક્યાંથી લડશે

 

ભુજથી રાજેશ પંડોરિયા આપના ઉમેદવાર, ઈડરથી જયંતીભાઈ પ્રણામી આપના ઉમેદવાર, નિકોલથી અશોક ગજેરા આપના ઉમેદવાર, સાબરમતીથી જસવંત ઠાકોર આપના ઉમેદવાર, ટંકારાથી સંજય ભટાસના, કોડીનારથી વાલજીભાઈ મકવાણા, મહુધાથી રાવજીભાઈ સોમાભાઈ વાઘેલા, બાલાસિનોરથી ઉદેસિંહ ચૌહાણ આપના ઉમેદવાર, મોરવા હડફથી બનાભાઈ ડામોર આપના ઉમેદવાર, ઝાલોદથી અનિલ ગરાસિયા આપના ઉમેદવાર, ડેડીયાપાડાથી ચૈતર વસાવા, વ્યારાથી બિપીન ચૌધરી આપના ઉમેદવાર તરીકે જાહેર કરાયા. 





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે