ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાવિ શિક્ષકો લડી લેવાના મૂડમાં છે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. અલગ અલગ રીતે સરકાર સુધી તેમણે પોતાની વાતને પહોંચાડાવાનો પ્રયત્ન કર્યો પરંતુ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ દેખાઈ રહી છે. ત્યારે ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી આવી છે. આજે બે જગ્યાઓ પર રેલી નિકળવાની છે. એક યાત્રા આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસ દ્વારા રેલી પ્રતિક ધરણા કરવામાં આવશે.
આપ તેમજ કોંગ્રેસ પક્ષ આવ્યું ઉમેદવારોના સમર્થનમાં
જ્ઞાન સહાયક રદ્દ કરાવા માટે યુવરાજસિંહની આગેવાનીમાં દાંડીથી ઉમેદવરો યાત્રા શરૂ કરવાના છે. દાંડીથી શરૂ થયેલી યાત્રા અમદાવાદ ખાતે આવીને સમાપ્ત થશે. આજથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે. તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ ધરણા કરવામાં આવશે. વ્યારા ખાતે રેલી પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આની પહેલા પણ ગાંધીનગર ખાતે કોંગ્રેસે શિક્ષણ બચાવો ધરણા કાર્યક્રમ યોજ્યો હતો જેમાં ઉમેદવારો હાજર હતા ઉપરાંત યુવરાજસિંહ પણ હાજર હતા.