વશરામ સાગઠીયાની આમ આદમી પાર્ટીમાંથી હકાલપટ્ટી, શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં હાજર રહેતા પાર્ટીએ કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-06-20 17:39:36

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં જબરદસ્ત ફેરફારો થતાં જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ  નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીએ પાર્ટીના નેતા વશરામ સાગઠિયા સામે આકરી કાર્યવાહી કરતા તેમની હકાલપટ્ટી કરી હતી. પાર્ટીના જણાવ્યા પ્રમાણે તેમના વિરૂધ્ધ કાર્યકરો દ્વારા ફરિયાદો મળતી હોવાથી પાર્ટીએ તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી કરી છે. પાર્ટીએ વશરામ સાગઠિયાને તમામ પદો પરથી બેદખલ કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે વશરામ સાગઠિયા કોંગ્રેસના કાર્યક્રમમાં જોવા મળતા અનેક અટકળોનું બજાર ગરમાયું હતું. ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ગાંધી આશ્રમથી પાલડી સુધીની યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયા હાજર રહેતા અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા હતા. 


શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં જોવા મળતા ગરમાયું રાજકારણ


કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અમદાવાદમાં યોજાયેલી પદયાત્રામાં AAP નેતા વશરામ સાગઠિયા કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણી સાથે જોવા મળ્યા હતા. વીડિયોમાં સાગઠિયા પોતાનું મોં છુપાવતા જોવા મળી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હવે શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ તરીકે આવતા સાગઠીયા કોંગ્રેસ નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું છે. 


વશરામ સાગઠિયા પણ કોંગ્રેસમાં જોડાશે? 


AAP નેતા વશરામ સાગઠિયા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAPમાં જોડાતા તેઓ પણ તેમની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. જોકે, થોડા મહિનાઓ બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા અને વશરામ સાગઠિયા હજુ પણ આમ આદમી પાર્ટીમાં જ છે. ત્યારે ગઈકાલે શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં કોંગ્રેસના કાર્યકરોની સાથેનો વશરામ સાગઠિયાનો વીડિયો વાયરલ થતાં સાગઠીયાની ઘર વાપસીને લઈને અટકળો તેજ થઈ છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...