આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની, ચૂંટણી પંચે સત્તાવાર જાહેરાત કરી


  • Published By :
  • Published Date : 2023-04-10 21:29:01

આમ આદમી પાર્ટી હવે રાષ્ટ્રિય પાર્ટી બની ગઈ છે, ચૂંટણી પંચે આ અંગે આજે સત્તાવાર જાહેરાત કરી હતી. ચૂંટણી પંચે કહ્યું છે કે AAPએ રાષ્ટ્રીય પાર્ટી હોવાની તમામ શરતો પૂરી કરી છે. આમ આદમી પાર્ટીને તેના ચૂંટણી પ્રતિક ઝાડું સાથે રાષ્ટ્રીય પાર્ટી તરીકે માન્યતા આપવામાં આવી છે.


માત્ર 10 વર્ષમાં રાષ્ટ્રીય પાર્ટી બની


અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં પાર્ટીએ દિલ્હી, પંજાબ સહિતના રાજ્યોમાં સારી પ્રગતિ કરી છે. દિલ્હી અને પંજાબમાં તો આમ આદમી પાર્ટીની સરકાર છે. આ જ વર્ષે, આમ આદમી પાર્ટીએ દિલ્હી MCDમાં પહેલીવાર મેયર પદ કબજે કરીને ઈતિહાસ રચ્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બર 2022માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ AAPએ સારું પ્રદર્શન કર્યું હતું. ગુજરાતમાં પાર્ટીને લગભગ 12 ટકા વોટ મળ્યા હતા. આમ આદમી પાર્ટી માત્ર 10 વર્ષમાં દેશની કેટલીક રાષ્ટ્રીય પાર્ટીઓમાં સામેલ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીનો જન્મ 26 નવેમ્બર 2012ના રોજ થયો હતો. 10 એપ્રિલ 2023ના રોજ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી જાહેર કરવામાં આવી હતી. હવે સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીનું ચૂંટણી પ્રતીક ઝાડુ માત્ર AAP માટે જ અનામત છે.


3 પાર્ટીઓનો દરજ્જો પાછો ખેંચાયો


ચૂંટણી પંચે ત્રણ રાષ્ટ્રીય પક્ષો અને બે પ્રાદેશિક પક્ષો પાસેથી દરજ્જો પાછો ખેંચી લીધો છે. આ સાથે જ આપને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP),તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI)નો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પાછો ખેંચી લીધો છે. જો કે આમ આદમી પાર્ટીને હવે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી ગયો છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..