AAPના ઉમેદવાર કલ્પેશ પટેલનો હુક્કા-દારૂ પાર્ટીની તસવીરો વાઈરલ, રાજકારણ ગરમાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 15:42:42

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માંડ ત્રણ મહિના જેટલો સમય રહ્યો છે. આ વખતની ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો પડકાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા મળશે. ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. આમ આદમી પાર્ટીએ તો તેના કુલ 29 ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં વેજલપુરના ઉમેદવાર કલ્પેશ પટેલનો પણ સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર કલ્પેશ પટેલની દારૂ અને હુક્કા પાર્ટીનો વીડિયો અને ફોટો વાયરલ થતા ખૂબ વિવાદ થયો છે.


કલ્પેશ પટેલના વીડિયોના કારણે આપની ઈમેજ ખરડાઈ?


વેજલપુરના આપના ઉમેદવાર કલ્પેશ પટેલના દારૂ પાર્ટી અને હુક્કા પાર્ટી કરતા વીડિયો અને ફોટો વાયરલ થતાં આમ આદમી પાર્ટી બચાવની સ્થિતીમાં આવી ગઈ છે. આપના ઉમેદવારના વ્યભિચારી તસવીરો બહાર આવતા AAPના ઉમેદવાર સામે અનેક સવાલો ઊભા થયા છે. આમ આદમી પાર્ટીના આ ઉમેદવારના ફોટા અને વીડિયો વાયરલ થતા રાજકારણ ચોક્કસપણે ગરમાયું છે. 


ભાજપના 'આપ' પર આકરા પ્રહાર 


વેજલપુરના આપના ઉમેદવાર કલ્પેશ પટેલના દારૂ-હુક્કાની મહેફિલ માણતા હોય તેવા ફોટા વાયરલ થયા બાદ ભાજપે આપને નિશાન બનાવી પાર્ટીના લોકોની કરણી અને કથણીમાં ફરક હોવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના ઋત્વિજ પટેલે કલ્પેશ પટેલ પર આકરા શાબ્દિક પ્રહારો કરતા તેમના પર 300 કરોડના ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યો હતો. તેમનું ચાલ અને ચરિત્ર ક્યાંક ને ક્યાંક ખરડાયેલું છે. 



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.