હાશ...સરકારે મતદાન કાર્ડ-આધાર લિંક કરવાની સમયમર્યાદા વધારી, જાણો સમગ્ર પ્રક્રિયા શું છે


  • Published By :
  • Published Date : 2023-03-22 13:30:05

મતદાન કાર્ડ-આધાર લિંક કરવાને લઈ લોકોમાં અસમંજસની સ્થિતી પ્રવર્તી રહી છે. જો કે કેન્દ્ર સરકારે લોકોને હવે આ મામલે થોડી રાહત આપી છે. કેન્દ્ર સરકારે વોટર આઈડી અને આધાર કાર્ડને લિંક કરવાની સમયમર્યાદા વધારવાની જાહેરાત કરી છે. 


કેન્દ્ર સરકારે કરી ઘોષણા


કેન્દ્ર સરકારે મતદાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની સમયમર્યાદા વધારતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.  કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે હવે આ સુવિધા આવતા વર્ષ સુધી રહેશે અને જો કોઈ કાર્ડ ધારક વોટર આઈડી અને આધારને લિંક કરવામાં નિષ્ફળ જશે તો તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ કાર્ય સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે, જે ઘણી રીતે ફાયદાકારક પણ રહેશે.


એક વર્ષની રાહત મળી


સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે અત્યાર સુધી વોટર આઈડી અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ, 2023 હતી, જે હવે વધારીને 31 માર્ચ, 2024 કરવામાં આવી છે. એટલે કે કાર્ડ ધારકોને આ કામ પૂર્ણ કરવા માટે પૂરા 1 વર્ષનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. સરકારે એમ પણ કહ્યું છે કે આધાર અને વોટર આઈડીને લિંક કરવાનું કામ સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે અને તેને ફરજિયાત બનાવવામાં આવ્યું નથી. જો કોઈ વ્યક્તિ આ કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે તો તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. જો કે ચૂંટણી પંચે બંને કાર્ડને લિંક કરવાના ઘણા ફાયદા પણ જણાવ્યા છે. પંચનું કહેવું છે કે આનાથી સાચા મતદારની ઓળખ અને એક જ લોકસભા મતવિસ્તારમાં એક જ નામના બે રજિસ્ટ્રેશનને અટકાવી શકાય છે.


કોલ અને SMSથી થશે કામ 


મતદાર આઈડી કાર્ડ અને આધાર કાર્ડનું લિન્કિંગ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થઈ શકે છે. જો તમે ઈચ્છો તો મોબાઈલથી મેસેજ મોકલીને અથવા કોલ કરીને પણ લિંક કરવાનું કામ પૂર્ણ કરી શકો છો. SMS દ્વારા લિંક કરવા માટે, તમારા આધાર અને મતદાર ID નંબરને 166 અથવા 51969 પર SMS કરો. આ માટે, ECILINK<SPACE><EPIC No.><SPACE><Aadhaar No.> ના ફોર્મેટમાં એક સંદેશ મોકલવાનો રહેશે. જો તમે ઇચ્છો તો, તમે સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી 1950 નંબર પર કૉલ કરી શકો છો અને તમારો મતદાર આઈડી અને આધાર નંબર જણાવીને તેને લિંક કરી શકો છો.


ઑફલાઇન પણ થઈ શકે છે લિંક


ઑફલાઇન મોડ દ્વારા આધાર અને મતદાર ID ને લિંક કરવા માટે, તમારે તમારા બૂથ લેવલ ઓફિસર (BLO) ને અરજી કરવી પડશે. BLO તેની ચકાસણી કરશે અને પછી તમારા બંને દસ્તાવેજોની લિંક રેકોર્ડમાં દેખાવા લાગશે. તમે NVSP વેબસાઇટ પર તમારું EPIC દાખલ કરીને BLO વિશે માહિતી મેળવી શકો છો.


ઑનલાઈન પણ થઈ શકે છે  


સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ nvsp.in પર જાઓ.

લોગ ઈન કર્યા પછી, હોમ પેજ પર સર્ચ ઇન ઈલેક્ટોરલ રોલ વિકલ્પ શોધો.

વ્યક્તિગત વિગતો અને આધાર નંબર દાખલ કરો.

રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.

તમે OTP દાખલ કરશો કે તરત જ તમારું આધાર કાર્ડ અને વોટર આઈડી કાર્ડ લિંક થઈ જશે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..