પાટણઃ અંગત અદાવતમાં યુવકની છરીના ઘા મારી કરી હત્યા, 2 હત્યારા ફરાર


  • Published By :
  • Published Date : 2022-11-16 19:41:26

પાટણ જિલ્લાના હારીજ તુલાકાના સબરી શોપિંગ સેન્ટર પાસે બે શખ્સોએ યુવકની જાહેરમાં છરા મારીને હત્યા કરી દેવામાં આવી છે. હત્યાની આ લાઈવ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હત્યારાઓએ નવ સેકન્ડની યુવકને એટલા છરા માર્યા કે યુવક ત્યાં જ ઢળી પડ્યો હતો. 

9 સેકન્ડમાં હુમલો, યુવકનો ગયો જીવ

પાટણના હારીજ તાલુકાના સબરી શોપિંગ પાસે હાર્દિક દેસાઈ નામના યુવકની ત્યા કરી દેવામાં આવી છે. હાર્દીક દેસાઈ ચા પી રહ્યો હતો ત્યારે અન્ના ઠાકોર અને નાગજી દેસાઈ ચાકુ સાથે આવ્યા હતા અને જોતજોતામાં છરાના ઘા માર્યા હતા અને હાર્દિક દેસાઈને મોતને ઘાટ ઉતાર્યો હતો. 

હારીજ તાલુકા પંચાયત સામે હત્યાનો બનાવ બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતકને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પાટણ પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. અંગત અદાવતની અંદર હત્યા કરી હોય તેવું શરૂઆતમાં લાગી રહ્યું છે. અગાઉ પણ પાટણમાં આવા બનાવો બન્યા છે



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.