રાતો રાત કરોડપતિ થઈ જવાના સપના જોતા મહેસાણાના આરટીઓ એજન્ટે કરોડોનું ફુલેકુ ફેવરવાનું વિચાર્યું. સોશિયલ મીડિયા બ્લોગર એલ્વિસ યાદવની લાઇફ સ્ટાઇલથી પ્રભાવિત થઈ મહેસાણાના આરટીઓ એજન્ટે મગજ દોડાવ્યું હતું. યુટ્યુબમાં તેના વીડિયોમાં બતાવેલી મોંઘી કારના પાસિંગ નંબર ઉપરથી તેનો મોબાઇલ નંબર અને એડ્રેસ મેળવીને ખંડણી માંગી હતી જે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત ભરમાં ચર્ચાનો વિષય બની છે.
હરિયાણાના ગુરુગ્રામ વજીરાબાદ રહેતો અને બીગ બોસની સિઝન 2 માં વિજેતા યુટ્યુબર એલ્વિસ યાદવ લંડનથી બીગ બોસની સિઝન પૂર્ણ કરીને ભારત આવતા તેના મેનેજરના મોબાઈલ ઉપર અજાણ્યા નંબર ઉપરથી ધમકી આપતો ફોન થયો હતો જેમાં શરૂઆતમાં 40 લાખની ખંડણી માંગવામાં આવી હતી.અને તે બાદ તે જ નંબર ઉપરથી એક કરોડની ખંડણી માગતા એલવીસ યાદવે હરિયાણાના ગુરુગ્રામના સેક્ટર 53 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે નંબર ઉપરથી ખંડણી મંગાઈ હતી તે નંબર મહેસાણા જિલ્લાના વડનગર નો હોવાનું ખુલતા ગુરુગ્રામ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વડનગર પહોંચી હતી. અને મહેસાણા આરટીઓ કચેરીમાં એજન્ટ તરીકે કામ કરતા અને વડનગરમાં રહેતા શાકીર જાકીર મકરાણીની ધરપકડ કરી હતી.
રાતો રાત કરોડપતિ થઈ જવાના સપનામાં રાચતાં સાકીર જાકીર મકરાણી મહેસાણા આરટીઓ કચેરીમાં એજન્ટ તરીકે કામ કરતો હોય તેને આસાની પૂર્વક સેલિબ્રિટી એવા એલ્વિસ યાદવની ગાડી નો નંબર મળીએ આવ્યો હતો અને હરિયાણા પાસે ના નંબર ઉપરથી તેનો મોબાઇલ નંબર અને એડ્રેસ મેળવીને તેને મેસેજ તેમજ મોબાઇલ ઉપર વાત કરીને એક કરોડની ખંડની માંગ્યા નું ખુલ્યું છે.ખંડણી માગનાર આરટીઓ એજન્ટને હરિયાણા લઈ જવાયો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે બ્લોગર એલ્વિસ યાદવ ની લાઈફ સ્ટાઈલ થી પ્રભાવિત થઈને મહેસાણાના આરટીઓ એજન્ટે ધમકી આપી ખંડણી માંગી હતી