ભાવનગરમાં રખડતા પશુને કારણે થયું એક યુવકનું મોત, પરિવારમાં વ્યાપી ઉઠ્યો શોક


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-25 17:17:06

રાજ્યમાં રખડતા પશુઓને કારણે અનેક લોકોના જીવ જતા હોય છે. અનેક લોકો રખડતા પશુઓનો ભોગ બનતા હોય છે. રખડતા પશુઓને કારણે અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ભાવનગરનો યુવાન રખડતા પશુનો ભોગ બન્યો છે. રખડતા પશુના આતંકને કારણે નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.


ભાવનગરમાં યુવકનું થયું મોત 

રખડતા પશુ રાજ્યની એક મોટી સમસ્યા બની ગઈ છે. રખડતા પશુને કારણે અનેક વખત અકસ્માતો બનતા હોય છે અને અકસ્માતને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. નિર્દોષ લોકો રખડતા પશુનો ભોગ બનતા હોય છે. ત્યારે ભાવનગરમાં રહેતો યુવક રખડતા પશુનો ભોગ બન્યો છે.  


દીકરાના મોતથી પરિવારમાં શોકની લાગણી 

મળતી માહિતી અનુસાર ભાવનગર એક્સપ્રેસ વેના રસ્તા પર કાર લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન આખલાએ કારને અડફેટે લીધી હતી. અડફેટે આવતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. દીકરાના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. 


અનેક લોકો બને છે રખડતા પશુનો ભોગ 

અનેક વખત રખડતા પશુઓની અડફેટે લોકો આવી જતા હોય છે. થોડા દિવસ પહેલા જ પશુએ એક વૃદ્ધને અડફેટે લઈ લીધા હતા. સદનસીબે વૃદ્ધને બચાવી લેવામાં આવ્યા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે પ્રાણનો ત્યાગ કરી દીધો હતો. પરંતુ પ્રશ્નએ છે કે ક્યાં સુધી રખડતા પશુનો ભોગ લોકો બનતા રહેશે.   




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...