ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતા યુવકે ઉઠાવ્યું આવું પગલું! ડેમમાં કૂદતા પહેલા વીડિયો બનાવી માતા પિતાને આપી યાદ, જાણો શું કહ્યું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-30 17:23:06

આજની જનરેશન સોશિયલ મીડિયા તેમજ ફોનમાં એટલી બધી વ્યસ્ત હોય છે કે તેની આજુબાજુ શું થાય છે તેની તેને ખબર નથી હોતી. કોરોના બાદ તો નાના બાળકો પણ મોબાઈલ સાથે જોવા મળે છે. ઓનલાઈન ગેમિંગ રમી પોતાનું મનોરંજન કરે છે પરંતુ ઘણી વખત તે જ ઓનલાઈન ગેમિંગની લત તેમને આત્મહત્યા તરફ દોરી જતી હોય છે. ગુજરાતીમાં કહેવત છે કે હારેલો જુગારી બમણું રમે. નુકસાનીમાંથી નીકળવા માટે વધારે પૈસા રોકે જેને કારણે ફાયદો થવાનો તો દુર પરંતુ નુકસાન વધારે થઈ જાય.


રાજકોટમાં ડેમમાં ઝંપલાવી કહ્યું દુનિયાને અલવિદા

ઓનલાઈન ગેમિંગની લતે અનેક લોકોના જીવ લીધા છે. ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. એક યુવકે ડેમમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું છે. આત્મહત્યા કરતા પહેલા વીડિયો બનાવી માતા પિતાને આખરી સંદેશો આપ્યો હતો. વીડિયોમાં યુવક કહી રહ્યો છે કે પપ્પા મમ્મી આઈ લવ યુ,... હસતા રહેજો અને બની શકે તો મને માફ કરી દેજો અને મારા વગર જિંદગી જીવવાનો ટ્રાય કરજો. 


મરતા પહેલા વીડિયો બનાવી આત્મહત્યાનું કારણ જણાવ્યું!

આત્મહત્યાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આશાવાદી યુવાનો પોતાના જીવનને ટૂંકાવી રહ્યા છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં લોકો કાંતો ઓનલાઈન ફ્રોડનો શિકાર બનતા હોય છે અથવા તો ઓનલાઈન ગેમિંગમાં પૈસા ગુમાવવાને કારણે આવું  મોટું પગલું ભરતા હોય છે. ત્યારે રાજકોટમાં તીનપત્તિમાં પૈસા ગુમાવી દેતા પોતાના જીવનનો ત્યાગ કર્યો છે. રાજકોટના આજી ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. આત્મહત્યા કરનારનું નામ છે શુભમ બગથરિયા. મરતા પહેલા શુભમ એક વીડિયો બનાવ્યો જેમાં તે કેમ આવું પગલું ભરી રહ્યો છે તે જણાવ્યું હતું. પોતાના મોબાઈલમાં તેણે બે વીડિયો બનાવ્યા હાતા. 


કોની કોની પાસેથી લીધા હતા પૈસા તેની આપી જાણકારી

શુભમે વીડિયોમાં કહ્યું કે ‘બહુ મહેનત કરી મેં, આ સ્ટેપ ઉઠાવવા માટે હું મજબૂર છું, કારણ કે મારાથી એટલાં બધાં પાપ થઈ ગયાં છે કે શબ્દોમાં બયાન કરી શકતો નથી. આજી નદી છે...હું કૂદું છું, મારી જાન દઉં છું, કોઈનો કાંઈ વાંક નથી, મારા શેઠ બધા સારા હતા. તેના 65 હજાર રૂપિયા, હર્ષના 30 હજાર, અશ્વિનભાઈના 20 હજાર અને 15 હજાર તેના શેરના, ઓનલાઈન તીનપત્તી માસ્ટરમાં હું હારી ગયો. એટલે જાન નથી દેતો, કારણ છે જિંદગીથી થાકી ગયો છું હું, હવે હું સુસાઈડ કરવા માગું છું. બહુ થઈ ગયું...


મારા વગર જિંદગી જીવવાનો ટ્રાય કરજો - શુભમ 

પપ્પા-મમ્મી આઈ લવ યુ...હસતા રહેજો અને બની શકે તો મને માફ કરી દેજો અને મારા વગર જિંદગી જીવવાનો ટ્રાય કરજો. પ્લીઝ...જિંદગી જીવજો. પપ્પા મારી ગાડી આજી ડેમ પાસે નદી છે ત્યાં ભરવાડ પાસે પડી છે, વેચીને જેટલા પૈસા આવે એ ચૂકવાય તેને ચૂકવી દેજો. બસ આટલું જ કહેવું છે, જાઉં છું હવે. આટલું બોલી હાથથી બાય બાય કર્યું હતું’


વીડિયો બનાવી પિતાને મોકલ્યો હતો 

વીડિયો શુભમે ગઈકાલ સાંજે બનાવીને મોકલ્યો હતો પરંતુ પિતાનું નેટ તે વખતે બંધ હતું. પરંતુ જ્યારે નેટ ઓન કર્યું ત્યારે શુભમનો વીડિયો મળ્યો. પિતાએ વીડિયો સામાન્ય હશે તેમ કરી ઓપન કર્યો પરંતુ તે જોયા બાદ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતાના સંતાનને શોધવા પરિવારના સભ્યો નીકળી ગયા. પરંતુ આજે વહેલી સવારે શુભમનો મૃતદેહ મળી આવ્યો હતો. મહત્વનું છે કે વીડિયોમાં શુભમે આત્મહત્યા શા માટે કરે છે તે તેણે જણાવ્યું છે. વીડિયોમાં લાખ રુપિયા હારી જવાની વાત કરે છે. વીડિયોમાં તે કહી રહ્યો છે કે માત્ર આ જ કારણોને લઈ આપઘાત ન કરવાનું પણ તેણે જણાવ્યું હતું. બીજા પણ અનેક કારણો છે જેને લઈ તે આપઘાત કરી રહ્યા છે. 



અનેક લોકો બન્યા છે ઓનલાઈન ગેમિંગનો ભોગ

મહત્વનું છે કે ઓનલાઈન ગેમિંગને કારણે અનેક લોકોએ આની પહેલા પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગેમિંગમાં પૈસા હારી જવાને કારણે લોકો અંતિમ પગલું ભરતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા ચેન્નાઈથી આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. 29 વર્ષીય મહિલાએ ઓનલાઈન ગેમમાં પૈસા ગુમાવી ચૂકી હતી. જેને કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી. મુંબઈથી પણ આવો સેમ કિસ્સો સામે આવ્યો હતો જેમાં માત્ર 14 વર્ષના છોકરાએ આપઘાત કરી લીધો હતો. 


આત્મહત્યા કરતા પહેલા માતા પિતા સાથે કરવી જોઈએ વાત

વધતા આત્મહત્યાના કેસ પર વિચાર કરવા જેવો છે. આવા વિષયો પર મંથન થવું જરૂરી છે. જો તમે પૈસા હાર્યા છો તો તમારે આ મામલે વાત તમારા માતા પિતાને કરવી જોઈએ. તેમને થતી સમસ્યા અંગે તેમને જાણ હોવી જોઈએ. ઘણી વખત માતા પિતાઓ આવી પરિસ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરતા હોય છે. વાલીઓ ભલે થોડું લડશે, ઠપકો આપશે પરંતુ મદદ અવશ્ય કરતા હોય છે. પરંતુ સમસ્યાએ છે કે આવી વાતો માતા પિતાને ખબર પણ નથી હોતી કે તેમનું સંતાન ઓનલાઈન ગેમ રમે છે. આટલા પૈસા હાર્યો છે. તેમને તો આવા કિસ્સાઓની જાણ જ્યારે સંતાન આવું મોટું પગલું ભરી લે તે સમયે થતું હોય છે. સંતાન તો જતું રહે છે પરંતુ માતા પિતાને હંમેશા માટે પછતાવવું પડે છે.        

    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?