વલસાડમાં યુવકે કર્યો આપઘાત કરવાનો પ્રયાસ! આપઘાત કરતા પહેલા વીડિયો બનાવી જણાવ્યું આત્મહત્યા કરવાનું કારણ!


  • Published By :
  • Published Date : 2023-04-22 17:10:37

આપઘાત કરવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની વાત પર લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે વલસાડથી આત્મહત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ પત્નીના ત્રાસથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. પત્નીના ત્રાસથી પતિએ દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. આત્મહત્યા કરતા પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેમણે પત્ની દ્વારા ખોટા આક્ષેપો લગાવી પોલીસ ફરિયાદ કરી હોવાની વાત કરી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 


ઝેરી દવા પી આપઘાત કરવાનો કર્યો પ્રયત્ન!

મુખ્યત્વે આપણી સામે જે કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં પતિ અથવા તો સાસરિયાના ત્રાસથી પત્ની આપઘાત જેવા પગલાં ભરી લેતી હોય છે. ત્યારે વલસાડ શહેરથી એક ઘટના સામે આવી છે જેમાં પત્નીના ત્રાસથી પતિએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે. ગેરી દવા પી જીવનને ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આપઘાત કરતા પહેલા પતિએ વીડિયો બનાવ્યો હતો. જેમાં પત્ની દ્વારા ખોટા આક્ષેપો લગાવી પોલીસ ફરિયાદ કરી હોવાની વાત કરી હતી. ત્યારે યુવકે આ પગલું ભરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પતિનો વીડિયો!

પહેલા લોકો સ્યુસાઈડ નોટ લખતા હતા ત્યારે હવે લોકો ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આપઘાત કરતા પહેલા પતિએ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં પતિએ પત્ની અને સાસરિયા દ્વારા ત્રાસ આપવાના આક્ષેપો કર્યા હતા. આ મામલે પોલીસ સ્ટેશનમાં જઈને પણ રજૂઆત કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. વીડિયોમાં પોલીસ પર પણ આક્ષેપો કર્યા હતા. ત્યારે હાલ યુવકની સારવાર ચાલી રહી છે. આ મામલાની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે પતિએ મોબાઈલમાં રેકોર્ડ કરેલો પત્નીના ત્રાસનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.