ટ્રમ્પ સરકાર બનતા જ અમેરિકામાં ગેરકાયદેસર ખુસેલા લોકોને પાછા મોકલવાની કામગીરી શરુ થઇ ગઈ ભારતથી જે લોકો ગેરકાયદેસર ગયા હતા એ બધાને ધીરે ધીરે પાછા દેશમાં મોકલી રહ્યા છે પણ જયારે આ બધું ચાલતું હતું ત્યારે પણ એક સવાલ હતો કે હાથમાં હાથકડીઅને પગમાં બેડીઓ સાથે પાછા મોકલ્યા પછી પણ લોકો ડંકી રૂટથી જવાનું બંધ કરશે તો જવાબ ના છે કારણકે લોકો જીવ જોખમમાં નાખીને પણ હજુ ગેરકયદેસર ડંકી રૂટથી જાય જ છે . પ્રતિજનો એક પરિવારની જે હમણાં જ USમાં ગેરકાયદેસર રીતે જતા હતા અને રસ્તામાં જ યુવકનું મૃત્યુ થયું કારણ શું ?
અમેરિકા જતાં રસ્તામાં મૃત્યુ!
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે.
અહીંયા રહેતા એમના માતા ને જયારે આ ઘટના વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે એમને કશું ખબર નથી દીકરો ફરવા જવાનું કહીને ગયો હતો દિલીપભાઈની માતા લખમીબેને કહ્યું કે એના પરિવાર સાથે ગયો હતો એટલે અમને એવું હતુંકે એ ફરવા જ જાય છે જોકે ગામના સરપંચ અને બીજા લોકોની તાપસ પણ થઇ રહી છે કે કયા એજન્ટ અને કઈ રીતે એ પરિવાર ગયું
"ગામના 50 ટકા લોકો અમેરિકા"
મોયેદ ગામના સરપંચ ધનરાજસિંહ રાઠોડને જયારે પત્રકારોએ સવાલ કર્યા તો તેમને કહ્યું કે ગામના આશરે 3500 જેટલી વસ્તી છે. જેમાંથી 50 ટકા જેટલા પટેલ લોકો USમાં વસવાટ કરે છે. ગામમાં એવી ચર્ચાઓ થાય છે કે, તેઓ અમેરિકા ફરવા ગયા હતા અને ત્યાં તેઓ મૃત્યુ પામ્યા છે.અમને નથી ખબર કે એ કઈ રીતે અમેરિકા ગયા ... આવોજ એક કેસ થોડા વર્ષો પહેલા બન્યો હતો જે દુનિયાભરની મીડિયા એ ચલાવ્યો હતો જેમાં ડીંગૂચાનું પરિવાર કઈ રીતે અમેરિકા ગેરકાયદેસર જતા રસ્તામાં જ બરફમાં ડટાય ગયું... એ કોઈ પહેલી ઘટના ન હતી એની પહેલા પણ અનેક લોકો આવી રીતે ડંકી રૂટથી જવામાં મોતને ભેટ્યા છે! આટ આટલું થયા પછી પણ કેમ લોકો નથી સમજતા એ પ્રશ્ન છે.