કોરોના કાળ બાદ હાર્ટ એટેક આવવાનની સંખ્યામાં અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો છે. આજકાલ એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં હાર્ટ એટેકને કારણે યુવાનો મોતને ભેટી રહ્યા છે. કોઈ ગરબા કરતા કરતા મૃત્યુ પામે છે તો કોઈ યોગા કરતા કરતા કાળનો કોળિયો બની જાય છે. ત્યારે સંઘ પ્રદેશ દમણથી મૃત્યુની ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિ વાતો કરતા કરતા અચાનક ઢળી પડે છે. જ્યારે હોસ્પિટલમાં લઈ જવાય છે. ડોક્ટરે મૃત જાહેર કરી દીધો હતો.
વાતો કરતા યુવકને આવ્યો હાર્ટ એટેક!
કોણ ક્યારે મોતને ભેટશે તે જાણી શકાતું નથી. આવનાર મિનિટની અંદર શું થશે તેનું પણ અનુમાન હવે લગાવી શકતું નથી. આજકાલ હાર્ટ એટેકને કારણે નાની ઉંમરે લોકો મોતને ભેટી રહ્યા છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ફિટ અને તંદુરસ્ત દેખાતા વ્યક્તિ અચાનક ઢળી પડે છે અને તેનું મૃત્યુ થઈ જાય છે. એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં યોગ કરતા કરતા હાર્ટ એટેક આવે છે તો કોઈ રમત કરતી વખતે ઢળી પડે છે. કોઈ વખત ડાન્સ કરતા કરતા લોકોને હાર્ટ એટેક આવતા મોતને ભેટે છે. ત્યારે દમણથી હાર્ટ એટેકનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં છોકરો પોતાના પિતા સાથે વાત કરી રહ્યો હતો. વાત કરતા કરતા અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો.
વધતા હાર્ટ એટેકના કેસ ચિંતાજનક
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વીડિયોમાં દેખાતા અનુસાર દમણના દેવકા તાઈવાડમાં રહેલા દીપક ભંડારી પોતાની હોટલ બહાર પોતાના પિતા સાથે વાત કરી રહ્યા હતા. બાઈક પર બેસી પિતા સાથે વાત કરી રહ્યા છે. અચાનક તે બાઈક પરથી ઢળી પડે છે. જેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. પરિવારના સભ્યનું અચાનક મોત થવાથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જે ચિંતાનો વિષય બની રહ્યો છે.