ગુજરાત સરકારના રોજગારીના દાવા વચ્ચે મંદીના કારણે આપઘાતના કિસ્સા વધતા જાય છે જેમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબીના એક વેપારીએ જોધપર ગામ નજીક મચ્છુ ડેમમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તે છેલ્લા 2 દિવસથી ગાયબ હતા અને આજે તેમનો મૃતદેહ મચ્છુ ડેમમાંથી મળી આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા હોય તેવી શંકા સેવાય રહી છે.
મંદી અને મોંઘવારીએ યુવકનો જીવ લીધો
મોરબીમાં રહીને સોનીકામ કરતા એક યુવકનો ધંધો ચાલતો ન હતો. યુવક છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસમાં હતા તેમજ તેવો બ્લડપ્રેશર અને બીજા શારીરિક રોગોથી પીડાતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બધા પડકારોની સામે હારી તેઓ 2 દીવસ પહેલા ગાયબ થઈ ગયા હતા. ગામના લોકોએ શોધખોળ કરતા આખરે 2 દિવસબાદ તેમની લાશ મળી આવી હતી. ત્યારબાદ મૃત્તદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે આગળની તાપસ હાથ ધરી હતી.