ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સુરક્ષામાં સર્જાઈ ચૂક, રાહુલની નજીક પહોંચ્યો યુવક


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-17 13:01:20

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા હાલ પંજાબ પહોંચી છે. રાહુલ ગાંધીની સુરક્ષાને લઈ અનેક વખત પ્રશ્ન ઉઠ્યા છે ત્યારે તેમની સુરક્ષામાં ચૂક થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હોશિયારપુરના દસુહામાં યાત્રા હતી તે દરમિયાન એક વ્યક્તિ રાહુલ ગાંધીની નજીક પહોંચ્યો અને તેમને ગળે મળવાની કોશિશ કરી.


રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક 

કન્યાકુમારીથી નીકળેલી ભારત જોડો યાત્રા હાલ પંજાબ પહોંચી છે. અનેક વખત રાહુલ ગાંધીની સુરક્ષાને લઈ પ્રશ્ન ઉઠ્યા છે. આ યાત્રાને ભારે જનપ્રતિસાદ મળી રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો યાત્રામાં જોડાઈ રહ્યા છે. સુરક્ષાકર્મીઓ તેમની સુરક્ષા માટે છે પરંતુ સુરક્ષામાં ચૂક દેખાઈ છે.


યુવકે ગળે મળવાનો કર્યો પ્રયત્ન 

હોશિયારપુરના દસુહામાં આ યાત્રા પહોંચી હતી તે સમયે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક થઈ હતી. વાત એમ બની કે એક યુવકે રાહુલ ગાંધીને ગળે મળવાનો પ્રયત્ન કર્યો. યુવક રાહુલ ગાંધીની નજીક આવતા જ સુરક્ષાકર્મીઓએ અને નેતાઓએ તેને હટાવી લીધો. સૌથી મહત્વનો સવાલ એ છે કે કોઈ પણ વ્યક્તિ રાહુલ ગાંધીની આટલી નજીક કેવી રીતે પહોંચી ગયો. 


કાશ્મીરમાં યાત્રાનો થશે અંત 

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સુરક્ષા બાબતે અનેક વખત સુરક્ષા એજન્સીઓએ એલર્ટ કર્યા હતા. અનેક વખત પત્ર પણ લખ્યો હતો. કાશ્મીરમાં તેમને પગપાળા ન ચાલવાની તેમજ કારમાં યાત્રા કરવાની સલાહ આપવામાં આવી છે. ઉલ્લેખિનય છે કે કાશ્મીરમાં આ યાત્રા 19 જાન્યુઆરીએ પહોંચવાની છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?