Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે કૃષ્ણ દવેની એક રચના....


  • Published By :
  • Published Date : 2024-01-03 13:10:34

આજે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા એવા સાવિત્રીબાઈ ફુલેની જન્મ જયંતી છે. શિક્ષણનું બાળકના જીવનમાં ઘણું મહત્વ રહેલું હોય છે. જીવનના ઘડતરનો પાયો શાળામાં નાખવામાં આવતો હોય છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં શિક્ષણ અને બાળકને સમર્પિત એક રચના. કૃષ્ણ દવે દ્વારા આની રચના કરવામાં આવી છે.     



આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,

પતંગિયાંઓને પણ કહી દો સાથે દફ્તર લાવે…


મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,

સ્વિમિંગ પુલના સઘળા નિયમોનું પાલન કરવાનું…


દરેક કૂંપળને કોમ્પ્યૂટર ફરજિયાત શીખવાનું,

લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું…


આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે,

કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે…


અમથું કંઇ આ વાદળીઓને એડમિશન દેવાનું?

ડોનેશનમાં આખેઆખું ચોમાસું લેવાનું…


એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,

આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો…

             - કૃષ્ણ દવે




વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.