ભચાઉ તાલુકાના સામખીયાણીમાં મહિલા પર થયો હુમલો, જાણો શું છે સમગ્ર મામલો અને શું કરાઈ કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2023-06-22 13:31:32

અનુસૂચિત જાતિના લોકો પર અત્યાચાર દિવસેને દિવસે વધી રહ્યા છે. અનુસૂચિત જાતિના લોકોને સુરક્ષા મળી રહે અને અત્યાચારને રોકવા અનેક કાયદાઓ તો બન્યા છે પરંતુ અનેક વખત તેમની પર હુમલો થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવી જ એક ઘટના કચ્છથી સામે આવી છે. કચ્છ જિલ્લાના સામખિયાળી ગામમાં મધ્યાહન ભોજનનો સરકારી કોન્ટ્રાક્ટ લઇને  કામ કરતા અનુસૂચિત જાતિના એક મહિલા સાથે મારપીટની ઘટના બની છે. હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મળતી માહિતી અનુસાર જે વ્યક્તિએ રેખાબેન પર હુમલો કર્યો હતો તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.     

મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ!

મારામારી થવાની ઘટનાઓ અવાર નવાર સામે આવી રહી છે. અનેક લોકો હિંસાનો ભોગ બની રહ્યા છે. ત્યારે પૂર્વ કચ્છથી આવી ઘટના સામે આવી છે જ્યાં અનુસૂચિત જાતીની એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે. સામખીયાળીમાં આજે મધ્યાહન ભોજનનો મંજૂર થયેલ ઓર્ડર લેવા ગયેલા મહિલા ઉપર ઓર્ડર કેન્સલ કરી દેવાની ધમકી આપી અને તે બાદ ઘાતક હુમલો કરી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


આ કારણે રેખાબેન પર કરાયો હુમલો!

રેખાબેન જાદવ નામના આ મહિલા પર તેમના જ ગામના વ્યક્તિ ધર્મેન્દ્ર કાનજી મણકાએ ધોકા વડે હુમલો કર્યો. કારણ શું હતું કે ધર્મેન્દ્ર કાનજી મણકા પોતે વર્ષોથી મધ્યાહન ભોજનનું કામ કરતો હતો અને આ વખતે કોન્ટ્રાક્ટ આ બેનને મળ્યો. સાવ નજીવી બાબતોમાં અંગત અદાવત રાખીને દલિત સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. કાયદો કાયદાનું કામ કરે છે પરંતુ ઘટનાઓના પ્રમાણમાં જે ઘટાડો થવો જોઇએ તે તો થતો નથી. 


ગામના લોકોએ આપ્યું એસપીને આવેદન! 

અત્યાચારનો ભોગ બનેલા આ લોકો એટલી હદે ડરેલા છે કે જ્યારે મીડિયાએ તેમને સવાલો કર્યા કે શું થયું તમારી સાથે કોણે કર્યુ, જેણે તમને માર માર્યો એનું નામ બોલો, તો નામ બોલતા પણ આ બેન અચકાતા હતા. પરંતુ હિંમત કરી તેમણે પોતાની વાત કહી હતી. કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે કચ્છ એસપી કચેરીમાં જઇને આ બહેન અને તેમના સમર્થનમાં આવેલા તેમના સમાજના લોકોએ આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.