આજ કાલ અનેક લોકો લીવ ઈન રીલેશનશીપમાં રહે છે. શ્રદ્ધા મર્ડર કેસમાંથી શિખ લેવાને બદલે અનેક લોકો આ કેસમાંથી પ્રેરણા લઈ રહ્યા છે. આફતાબે શ્રદ્ધાના જેમ 35 ટુકડા કર્યા હતા તેનાથી વધારે ટુકડા કરવાની ધમકી મહારાષ્ટ્રમાં રહેતી એક મહિલાને મળી છે. લીવ ઈન રિલેશનમાં રહેતી આ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી જે મુજબ આરોપીએ તેને 35ના બદલે 70 ટુડકા કરી દેશે તેવી ધમકી આપી હતી.
હિંદુ બતાવી મુસ્લિમ યુવકે મહિલાને ફસાવી
શ્રદ્ધા મર્ડર કેસને સોલ્વ કરવા પોલીસ લાગી ગઈ છે. આફતાબની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે આ કેસમાં બનેલી ઘટનાનો દુરૂપયોગ કરી રહ્યા છે. લિવ ઈન રિલેશનમાં રહેતી મહિલાઓને ધમકી આપવામાં આવી રહી છે. આવી જ એક ફરિયાદ મહારાષ્ટ્રમાં રહેતી એક મહિલાએ લખાવી છે. ફરિયાદમાં મહિલાએ કહ્યું કે તે પોતાના લીવ ઈન પાર્ટનર અરશદ સલીમના ત્રાસથી કંટાળી ગઈ છે. ઉપરાંત સલીમે મહિલાને ધમકી આપી હતી કે જો તે અરશદના કહેવા પ્રમાણે નહીં કરે તો તેના પણ 35 ટુકડાની નહીં પરંતુ 70 ટુકડા કરી દઈશ. મહિલાએ એવું પણ જણાવ્યું કે પોતાનું નામ હર્ષલ માલી બતાવનાર વ્યક્તિ અસલમાં અરશદ સલીમ મલીક હતો.
જબરદસ્તી કરાવ્યું ધર્માંતરણ
પોતાના પતિના અવસાન બાદ પીડિત મહિલા આ વ્યક્તિના સંપર્કમાં આવી. સંપર્ક વધતા મલીક તેમને જંગલમાં લઈ ગયો અને પીડિત સાથે દુષ્કર્મ આચર્યો હતો. આનો વીડિયો પણ બનાવ્યો હતો. જેને લઈ વારંવાર મલીક પીડિતાને બ્લેકમેલ કરતો અને મલીકના કહેવા પ્રમાણે વર્તન કરવાનું કહેતો હતો. 2021માં બંને ગણા લિવ ઈન રિલેશનસીપમાં રહેવા લાગ્યા. પીડિતાને હર્ષદ માલીનું વાસ્તિવક નામ ત્યારે ખબર પડી જ્યારે લિવ ઈન રિલેશનસીપના કાગળ લઈને આવ્યો. મહિલાએ એવું પણ જણાવ્યું કે તેનું જબરદસ્તી પૂર્ણ ધર્માતરણ કરાવ્યું. આવી ફરિયાદ મળતા પોલીસે અરશદ વિરૂદ્ધ કેસ દાખલ કરી દીધો છે.