રાજકોટમાં મહિલાને આવ્યો હાર્ટ એટેક! પુત્રને CBSE ધો. 12માં સારા માર્ક્સ આવતા ખુશીમાં માતાનો ગયો પ્રાણ! માતમમાં ફેરવાયો પ્રસંગ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-13 13:03:50

ગઈકાલે સીબીએસઈ ધોરણ 12નું અને ધોરણ 10નું પરિણામ આવ્યું હતું. અનેક વિદ્યાર્થીના સારા પરિણામ આવ્યા હતા. પોતાના બાળકનું સારૂ પરિણામ આવે તેવી ઝંખના માતા પિતાને રહેતી હોય છે. જો પરીક્ષામાં એમાં પણ બોર્ડની પરીક્ષામાં સારૂ પરિણામ આવે તો માતા પિતાને અલગ જ ખુશી થતી હોય છે. ત્યારે રાજકોટમાં પુત્રને સીબીએસઈ ધોરણ 12માં સારા ટકા આવવાની એટલી ખુશી થઈ કે માતાનું હૃદય બંધ પડી ગયું અને મોત થયું. ખુશીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો.


રાજકોટમાં હાર્ટ એટેકેને કારણે થયું મહિલાનું મોત!       

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં જ હાર્ટ એટેકના ઘણા કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ ટીવી જોતા જોતા લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં એક મહિલાનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. અનેક વખત એવી ઘટનાઓ બનતી હોય છે દુખને કારણે મોત થતું હોય છે પરંતુ આ કિસ્સામાં ખુશીને કારણે મહિલાનું મોત થયું છે. વાત એમ છે કે ગઈકાલે સીબીએસઈ ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આવ્યું હતું. પુત્રને ધોરણ 12માં સારું પરિણામ આવતા પરિવારમાં જશ્નનો માહોલ હતો. 


ધોરણ 12માં પુત્રનું સારું પરિણામ આવતા માતાનું થયું મોત!    

માતા પિતાને પુત્રનું સારૂ પરિણામ આવતા આનંદનો અનુભવ થતો હોય છે. પરંતુ અનેક વખત ખુશી ઘાતક પણ સાબિત થતી હોય છે. આવી જ ઘટના રાજકોટની છે. રાજકોટમાં પુત્રને સીબીએસઈ ધોરણ 12માં સારા ટકા આવવાની એટલી ખુશી થઈ કે માતાનું હૃદય બંધ પડી ગયું અને મોત થયું. ખુશીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. આ પહેલા પણ સુરતમાં એક દિવસમાં બે વ્યક્તિના મોત હૃદય હુમલાને કારણે થયા હતા. દરરોજ અનેક લોકો આને કારણે મૃત્યુ પામી રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.   



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...