અમેરિકાના ન્યુયોર્કમાં રવિવારે પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર બંને મહિલાઓ પ્લેન ઉડાવવાનું શીખવા માગતી હતી. આ પ્લેન ક્રેશમાં ભારતીય મૂળની મહિલાનું મોત નિપજ્યું છે જ્યારે મહિલાની પુત્રી અને પાયલટ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના પ્લેનના કોકપિટમાં આગ લાગવાને કારણે સર્જાઈ છે. લોન્ગ આઈલૈંડ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી.
પ્લેન ક્રેશને કારણે થયું મહિલાની મોત
પ્લેન ઉડાવવાની તાલીમ લઈ રહેલી હતી. આ ઉડાન પછી તેઓ નક્કી કરવાના હતા કે પ્લેન ઉડાવવાની તાલીમ લેવી કે ન લેવી તેનો નિર્ણય લેવાના હતા. પરંતુ આ દુર્ઘટના સર્જાઈ જેને કારણે પ્લેન ક્રેશ થઈ ગયું હતું. પોલીસે જાણકારી આપી કે તાલીમ આપી રહેલા પાઈલોટ પૂર્ણ રીતે ટ્રેન હતા. કોકપિટમાં પાયલટને ધુમાડો દેખાયો હતો. ધૂમાડો દેખાતા આ જાણકારી ટ્રાફિક કંટ્રોલને આપી. ઘટના બાદ પ્લેનના માલિકે જણાવ્યું કે પ્લેને ઉડાન ભરી તે પહેલા પ્લેનની સારી રીતે ચકાસણી કરવામાં આવી હતી. પરંતુ તે સમયે પ્લેનમાં કોઈ ખામી દેખાઈ ન હતી.
કયા કારણોસર આ દુર્ઘટના સર્જાઈ તે અકબંધ
અમેરિકાના નેશનલ ટ્રાંસપોર્ટેશન સેફ્ટી બોર્ડના અધિકારીએ કહ્યું કે પ્લેન ક્રેશની તપાસ કરવામાં આવી રહી છે. સાઈટની મુલાકાત પણ લેવામાં આવી રહી છે. કયા કારણોસર આ દુર્ઘટના સર્જાઈ તે કારણો જાણી શકાયા નથી. ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાની પુત્રી દાઝી ગઈ હતી.