થોડા દિવસ પહેલા 'શુભ યાત્રા સ્વચ્છ યાત્રા' અભિયાનની શરૂઆત થઈ હતી. ગાંધીનગર ખાતે ગૃહરાજ્ય હર્ષ સંઘવીએ એસટી બસ સ્ટેન્ડની સફાઈ કરી હતી, તે ઉપરાંત અલગ અલગ જગ્યાઓ પર આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આજે આ સફાઈ અભિયાનની વાત એટલા માટે કરવી છે કારણ કે આણંદ એસટી બસ ડેપોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પહેલા કર્મચારી દ્વારા કચરો ફેકવામાં આવે છે અને પછી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાંસદ અને ધારાસભ્ય સહિતનાં મહાનુભાવો દ્વારા આણંદ એસ.ટી. બસ મથકમાં ફોટા પડાવ્યા બાદ એસ.ટી.બસ મથકમાં નાંખવામાં આવેલ કચરાની સાફ સફાઈ કરી હતી.
Anand | કચરો નાખી ST ડેપો આગળ કરાઇ સાફસફાઇ, viral video #anand #swacchtahiseva #swachhtahiseva #viral #viralvideos #jamawat #jamawatupdate pic.twitter.com/1LVK3Rp65L
— Jamawat (@Jamawat3) December 6, 2023
હર્ષ સંઘવીએ ફોટો કર્યો હતો શેર!
આપણે જ્યારે એસટી બસ સ્ટેશનની મુલાકાત લઈ છીએ, એસટી બસમાં સફર કરીએ છીએ તો આપણે મનમાં કહેતા હોઈએ છીએ કે એસટી બસમાં તો સફાઈ નથી હોતી. અનેક એસટી બસમાં ગંદકી જોવા મળતી હોય છે. ત્યારે એસટી બસમાં તેમજ એસટી બસ સ્ટેન્ડ પર સફાઈ જળવાઈ રહે તે માટે 'શુભ યાત્રા સ્વચ્છ યાત્રા' અભિયાનની શરૂઆત. જે અંતર્ગત એસટી બસની તેમજ એસટી સ્ટેન્ડની સફાઈ કરવામાં આવી હતી. એસટી બસ ડેપોમાં તેમજ એસટી બસમાં સફાઈ જળવાઈ રહે અને સ્ટેશન પર પણ સફાઈ રહે તે માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. હર્ષ સંઘવી સફાઈ કરતા હતા તે ફોટો જ્યારે અમે સમાચારમાં મૂક્યા ત્યારે દર્શકોએ કહ્યું કે આ તો માત્ર ફોટો સેશન માટે છે, જે જગ્યા સાફ છે ત્યાં સફાઈ કરવામાં આવી રહી છે વગેરે વગેરે...
લોકોમાં આ વીડિયો અંગે થઈ રહી છે ચર્ચા
ત્યારે અમરેલીથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં કાર્યક્રમને સફળ કરવા માટે નાટક કરવામાં આવ્યું હોય તેનો પર્દાફાશ થયો છે! એસટી પ્રશાસનનાં અધિકારીઓ સ્વચ્છતા અભિયાનને લઈ બસ સ્ટેશનમાં જાતે જ કચરો નંખાવ્યો હતો અને ત્યારબાદ સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં સફાઈ કરાવી ફોટો સેશન કર્યું હતું તેવો વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં એક વ્યક્તિ ડસ્ટબીનમાંથી કચરો એસટી બસમાં ચારેય બાજુ નાખી રહ્યો છે. ત્યારબાદ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાંસદ અને ધારાસભ્ય સહિતનાં લોકો દ્વારા આણંદ એસ.ટી. બસ મથકમાં ફોટા પડાવ્યા જે જોયા હશે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં આ અંગે ચર્ચા થઈ રહી છે.