ગુજરાત એટલે ગતિશીલ મનાતું રાજ્ય. ગુજરાત એટલે કે વિકાસની રેસમાં સતત આગળ વધતું રાજ્ય. સરકાર દ્વારા ગુજરાત માટે આવા વાક્યોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ગુજરાતમાં વિકાસ થયો છે એની ના નથી પરંતુ જ્યારે તમે કહો છો કે આખા ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં વિકાસ જ વિકાસ છે, વિકાસના કામોને કારણે ગુજરાતે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે તો સરકાર દ્વારા કરવામાં આવતો દાવો ખોટો પડશે.
એક એવું ગામ જ્યાં પરિવારો અંધારામાં રહેવા મજબૂર
આજે વાત કથળતા શિક્ષણ કે નલ સે જલ યોજનાની નથી કરવી, આજે વાત કરવી છે એ ગામની જ્યાં વર્ષો વિતી ગયા પરંતુ લાઈટો નથી. આખા ગામમાં અંધારપટ છવાયેલો છે. પરિવારો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. અમે વાત કરી રહ્યા છે જે આણંદમાં આવેલું છે. મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા સિલવાઈ ગામની. આ ગામમાં 30 જેટલા પરિવારો રહે છે, 15 વર્ષથી આ ગામમાં વિજળી નથી. અંધારામાં રહેવા માટે લોકો મજબૂર બન્યા છે. વીજળી તો નથી જ પરંતુ રસ્તા પણ નથી. યોગ્ય વ્યવસ્થા ના હોવાને કારણે મચ્છરજન્ય રોગચાળાનો ભય રહેતો હોય છે.
આ કારણોસર અટક્યું છે કામ!
સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરી પરંતુ તેમની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. ગામમાં પાકા મકાન છે પરંતુ અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. 30 પરિવારો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. દિવા નીચે બાળકો ભણવા મજબૂર બન્યા છે. એવું પણ સામે આવ્યું છે કે અધિકારીઓ કહે છે કે આ જમીન ગોચરની છે, જ્યારે સ્થાનિકો કહે છે કે આ જમીન ગોચરની નથી. સ્થાનિકો પાસે તમામ દસ્તાવેજો છે. સરકારી કાગળની મથામણને કારણે, ડોક્યુમેન્ટને કારણે આટલા પરિવારો અને આટલા લોકો અંધારામાં રહેવા માટે મજબૂર બન્યા છે.
જે લોકો ગામડામાં રહે છે તે પણ ગુજરાતના જ વતની છે
ગુજરાતના મહાનગરો, જિલ્લાઓમાં વિકાસના કામો થયા છે પરંતુ અંતરિયાળ ગામોની હાલત આટલા વર્ષો વિત્યા પરંતુ ઠેરની ઠેર છે. આ મુદ્દો અનેક વખત ઉઠાવવામાં આવ્યો છે અને ઉઠાવાતો રહેશે. કારણ કે જે લોકો અંતરિયાળ વિસ્તારમાં રહે છે તે પણ ગુજરાતના જ છે, ગુજરાતના જ વતની છે.