Jamawatને એક દર્શકે મોકલ્યો વીડિયો જેમાં હાઈવે પર આવેલી હોટલમાં MRP કરતા વધારે રુપિયા ઉઘરાવાયા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-02 16:07:35

આપણે જ્યારે મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે કોઈ હોટલમાં નાસ્તા માટે બસને રોકવામાં આવે છે. હાઈવે પર જ્યારે કોઈ બસ ઉભી રહે ત્યારે અનેક લોકો પાણી, નાસ્તો અથવા તો ColdDrink લેવા માટે હોટલમાં જતા હોય છે. પરંતુ અનેક હોટલ એવી હોય છે, હાઈવે પર અનેક હોટલો હોય છે જે એમઆરપી કરતા વધારે રુપિયા ગ્રાહક પાસેથી વસુલતી હોય છે. ત્યારે જમાવટને એક દર્શકે વીડિયો મોકલ્યો છે જેમાં એમઆરપી કરતા કોલ્ડ્રિંગનો વધારે રુપિયા લેવામાં આવ્યા. જે દર્શકે વીડિયો મોકલ્યો છે તેમના અનુસાર રોજકોટ જેતપુર રોડ પર આવેલી એક હોટલમાં એમઆરપી કરતા વધારે રૂપિયા લેવામાં આવ્યા છે.

ફિક્સ જગ્યા પર એસટી બસને રોકવામાં આવે છે! 

જમાવટને અનેક દર્શકો પોતાની સમસ્યા અથવા તો લોકો સાથે થતી છેતરપિંડી થતા હોવાના વીડિયો, સમાચાર મોકલતા હોય છે. અનેક કિસ્સાઓ એવા હોય છે જેમાં ઉઘાડી લૂંટ આચરવામાં આવતી હોય છે. અનેક જગ્યાઓ એવી હોય છે જ્યાં એમઆરપી કરતા વધારે પૈસા ગ્રાહક પાસેથી લેવામાં આવે છે. ત્યારે એક દર્શકે વીડિયો બનાવીને મોકલ્યો છે જેમાં ગ્રાહક પાસેથી એમઆરપી કરતા વધારે રુપિયા લેવામાં આવ્યા છે. હાઈવે પર અનેક વખત હોટલ દ્વારા મનફાવે તેટલા રૂપિયા લેવામાં આવતા હોય છે. એસટી બસ જે હોટલમાં હોલ્ટ કરે છે તે પણ ફિક્સ હોય છે. ફિક્સ જગ્યા પર બસને રોકવામાં આવે છે, તે આપણે જાણીએ છીએ. 


એમઆરપી કરતા વસ્તુના વધારે લેવાય છે રુપિયા! 

ત્યારે એક દર્શકે વીડિયો બનાવીને મોકલ્યો છે જેમાં એમઆરપી કરતા વધારે પૈસા ગ્રાહક પાસેથી પૈસા લેવામાં આવે છે. વીડિયોમાં સંભળાય છે કે એક વ્યક્તિ બોલી રહ્યા છે કે તેમને હોટલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે વધારે ભાવ એટલા માટે લેવામાં આવી રહ્યો છે કે તેમને એસટી વાળાને પૈસા આપવાના હોય છે.! એક વ્યક્તિ સાથે તેઓ વાત કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે શા માટે એમઆરપી કરતા કેમ વધારે ભાવ લેવામાં આવે છે...? થોડા સમય સુધી તો તે બોલતા નથી પરંતુ તે પછી પેલા વ્યક્તિ કહે છે કે હાઈવેનો ભાવ છે.. 

શું એસટી બસ વાળાને આપવું પડે છે કમિશન?

મહત્વનું છે કે આપણે પણ અનેક વખત જોયું હશે કે હાઈવે પર આવેલી હોટલ અનેક વખત એએમઆરપી કરતા વધારે ભાવ લેતી હોય છે. વધારે પૈસા પડાવતી હોય છે. આપણે પણ કદાચ વધારે ભાવ આપી દીધા હશે કંઈ પણ પૂછ્યા વગર. મનમાં આપણને પણ ખબર હોય છે કે હાઈવેને કારણે વધારે ભાવ લેવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શું વધારે ભાવ એટલા માટે લેવામાં આવે છે કારણ કે તેમને જીએસઆરટીસી વાળાને કમિશન આપવું પડે છે? પ્રશ્ન એ પણ થાય કે શા માટે એસટી બસ વાળા ફિક્સ કરેલી હોટલ પર બસ રોકી રાખે છે? આ વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો...    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.