જમાવટના દર્શકે વર્ણવી પોતાની પીડા, આ ક્વિઝ તો લેવાઈ પણ સરકારે નથી આપી ઈનામની રકમ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-30 10:34:31

પોતાની પીડા, પોતાને પડતી સમસ્યા દર્શકો અમને અવાર નવાર મેસેજ કરીને અથવા મેઈલ કરીને પહોંચાડતા હોય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો ફોન કરી પોતાની પીડાને અમારી સામે રજૂ કરે છે. ત્યારે દ્વારકાના એક દર્શકે અમને કહ્યું કે ગુજરાત સરકારે ગયા વર્ષે વિદ્યાર્થીઓનું કૌશલ્ય છલકે તેના માટે ગુજરાત જ્ઞાન ગુરુ નામની ક્વિઝ યોજી હતી. ગુજરાતની અનેક સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને તેમને ઈનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી. પણ દર વખતની જેમ ઈનામ માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેવું લાગી રહ્યું છે. વિજેતાઓને હજી સુધી ઈનામ મળ્યા નથી. અમારા દર્શકે ફરિયાદ કરી કે અમને હજુ સુધી અમારા ઈનામ નથી મળ્યા તમે સરકારના કાન સુધી આ વાત પહોંચાડો. આવો જાણીએ વિગતવાર એ ક્વીઝ વિશે જેની ફરિયાદ અમારા દર્શકે અમને કરી હતી.    

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા શું છે? | Gujarat Quiz Competition 2022

અનેક જિલ્લાઓની શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ લીધો હતો ભાગ 

ગુજરાત સરકારે વિદ્યાર્થીઓનું જ્ઞાન અને સર્જનાત્મકતા વધે તેના માટે ગુજરાત ગ્યાન ગુરુ ક્વીઝ શરુ કરી. ગુજરાતના તમામ જિલ્લાની શાળાઓના અને કોલેજના અનેક વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો. જ્યારે આ અંગે રિસર્ચ કરવામાં આવ્યું ત્યારે આ અંગેની વધુ વિગતો સામે આવી. વેબસાઈટની માહિતી અનુસાર પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાઈ. જીતુ વાઘાણીનો એક ફોટો પણ વેબસાઈટ પર મળ્યો. ઈનામની વિગતો પણ મળી આવી. 


પરીક્ષા લેવાઈ ગઈ પરંતુ વિદ્યાર્થીઓને નથી મળ્યા ઈનામ 

અમારા દર્શકે અમરેલી જિલ્લાના છે અને ગાંધીનગરમાં તેમણે ક્વિઝમાં ભાગ લીધો હતો. તેમની ફરિયાદ છે કે કોલેજ કક્ષાએ પસંદ પામેલા ઉમેદવારોને ઈનામના રૂપિયા મળી ગયા છે, પણ જિલ્લા કક્ષાના ઉમેદવારોને હજુ સુધી ઈનામ નથી મળ્યું. ટૂંકમાં કોલેજ કક્ષાના જીતેલા લોકોને 2100 રૂપિયા ઈનામ પેટે મળવાના હતા તે ઈનામ ઉમેદવારોને મળી ગયા છે પણ જિલ્લા કક્ષાએે જીતેલા ઉમેદવારોને હજુ સુધી રૂપિયા મળ્યા નથી. ઉપરથી વિદ્યાર્થીઓને  આવવા જવા માટેની ટુર હતી એ પણ તદ્દન મફત હતી પણ તેના રૂપિયા પણ હજુ સુધી ઉમેદવારોને મળ્યા નથી. 


સરકાર સુધી અમારો અવાજ પહોંચે તેવી આશા

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધોલા 25 લાખ જેટલા વિદ્યાર્થીઓની પૂરી જવાબદારી નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત એટલે કે કેસીજીની હતી. તો અમેં ત્યાં પણ સંપર્ક કર્યો. ગુગલમાંથી નંબર કાઢીને ફોન કર્યો તો કોઈએ ફોન જ ન ઉઠાવ્યો. અમારા દર્શકો ગુજરાતના ખૂણે ખૂણે છે એટલે અમેં અમારા સંપર્કનો ઉપયોગ કરીને કેસીજીમાં અમારા સૂત્રને ફોન કર્યો તો તેમણે જણાવ્યું કે રૂપિયા તો બધા મળી ગયા છે. અમેં કેસીજીમાં કામ કરતા વ્યક્તિ સાથે વાત કરી હતી એટલે અમે કોલ રેકોર્ડિંગ તો નહીં સંભળાવી શકીએ પણ એ અવાજ જરૂર સરકારના કાન સુધી પહોંચાડીએ છીએ કે હજુ પણ ફ્રી ટુરના રૂપિયા અને જિલ્લા સ્તરે વિજય થયેલા ઉમેદવારોને ઈનામ નથી મળ્યા. આ વાત થોડી ધ્યાને લેવાશે તો જે કૌશલ્યને બીરદાવવા માટે સરકારે કાર્યક્રમ કર્યો તે કાર્યક્રમ સફળ થઈ જશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?