ટ્રાફિક નિયમોની એસી કી તેસી! Vadodaraથી સામે આવ્યો વીડિયો જેમાં એક બાઈક પર 5 લોકોએ કરી જોખમી સવારી! જુઓ વાયરલ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-29 14:39:05

અનેક પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે જેમાં વાહન ચાલક સ્ટંટ કરતા નજરે પડે છે તો કોઈ નિયમ તોડતા દેખાય છે. સામાન્ય રીતે વાહન પર બે જ વ્યક્તિ બેસી શકે છે. વધારેમાં વધારે ત્રણ લોકોને વાહન પર બેસતા જોયા હશે પરંતુ વડોદરાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક બાઈક પર પાંચ લોકો જોખમી સવારી કરી રહ્યા છે. જે બ્રિજનો આ વીડિયો છે તે અટલ બ્રિજનો છે. વડોદરાના અટલબ્રિજ પર બાઈક પર પાંચ લોકો સવારી કરી રહ્યા છે તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એક બાઈક પર પાંચ લોકો કરી રહ્યા છે સવારી 

એક તરફ અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં અનેક લોકોના જીવ જઈ રહ્યા છે તો બીજી તરફ વાહનચાલકો બેફામ રીતે ગાડી ચલાવતા દેખાઈ રહ્યા છે. જાહેર રસ્તા પર સ્ટંટ કરવાના વીડિયો તો  અનેક વખત સામે આવતા હોય છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક બાઈક પર પાંચ લોકો મુસાફરી કરી રહ્યા છે. આ પ્રકારના સ્ટંટ કરી તે લોકો પોતાના જીવને તો જોખમમાં મૂકે છે પરંતુ બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે. વડોદરા શહેરના 3.5 કિ.મી. લાંબા અટલ બ્રિજ 5 યુવાનો એક બાઇક પર સવાર થઈને બિન્દાસ્ત રીતે જઈ રહ્યા છે.



નિયમો તોડવાનું બાળક વડીલો પાસેથી શીખે છે!

કાયદાનું પાલન કરવાની વાત તો દૂર રહી પરંતુ કાયદો જાણે છે જ નહીં તેવી રીતે લોકો વાહન ચલાવતા હોય છે. યુવાનોને નાગરિક બનતા શીખવું પડશે. એવી પ્રવૃત્તિમાંથી બહાર આવવું પડશે જેમાં લોકોનું અહીત રહેલું હોય. અવાર નવાર સામે આવતા આવા વીડિયો જોઈને પ્રશ્ન થાય કે યુવાનો આવું કરવાનું ક્યાંથી શિખ્યા હશે? ઘરના વડીલો જો કાયદાનું પાલન નહીં કરતા હોય તો પછી બાળકો નિયમોનું પાલન કરશે તેવી આશા રાખવી પણ કદાચ બેકાર છે. મોટાઓ પાસેથી જ બાળકો શીખે છે. આવો વીડિયો ન માત્ર વડોદરાથી સામે આવ્યો છે પરંતુ સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો મળી જશે જેમાં નિયમોનો ભંગ કરાતો હોય.  



અમદાવાદથી પણ સામે આવ્યો છે આવો વીડિયો 

વડોદરા શહેરમાં આ પહેલા પણ બાઇક પર સ્ટંટ કરવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેમાં રસ્તા પર બેફામ વાહન લોકો ચલાવે છે માત્ર ઈન્સ્ટાગ્રામ પર લાઈક મેળવવા. ઈન્સ્ટાગ્રામ માટે રેસ જેવી રીલો બનાવે છે અને રોલા પાડવા કોઈ પણ હદે જાય છે યુવાનો. આવો જ એક વીડિયો અમદાવાદથી સામે આવ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં નબીરાઓ રોડ પર ગાડી મૂકીને નાચતા દેખાય છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.