સિંહોની, વન્ય પ્રાણીઓની સુરક્ષા કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.. વન્ય જીવ કેવી રીતે સુરક્ષિત રહે તે માટે, તેમની સુરક્ષા માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. પરંતુ અનેક વખત એવા કિસ્સા સામે આવતા હોય છે જેમાં રેલવે ટ્રેક પર વન્ય પ્રાણી આવી જવાને કારણે મોટી દુર્ઘટના સર્જાતી હોય છે.. સિંહોના. પ્રાણીઓના મોત થઈ જતા હોય છે. આજે પણ એક મોટી દુર્ઘટના સર્જાઈ હોત પરંતુ ડ્રાઈવરની સતર્કતાને કારણે અનેક સિંહોના જીવ બચી ગયા.. સિંહો ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા તે જોઈ તાત્કાલિક બ્રેક મારવામાં આવી અને ટ્રેનને રોકી દીધી..
Bhavnagarના રેલ્વે વિભાગના લોકો પાયલોટે સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા |Jamawat
.
.#Bhavnagar #Railway #SaveLion #Locopilot #Jamawat #Jamawatupdate pic.twitter.com/cAQL62REm7
— Jamawat (@Jamawat3) June 17, 2024
10 જેટલા સિંહો ટ્રેક પરથી થઈ રહ્યા હતા પસાર
Bhavnagarના રેલ્વે વિભાગના લોકો પાયલોટે સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા |Jamawat
.
.#Bhavnagar #Railway #SaveLion #Locopilot #Jamawat #Jamawatupdate pic.twitter.com/cAQL62REm7
અનેક વખત સમાચાર સામે આવતા હોય છે કે ટ્રેનની અડફેટે આવી જતા મોતને ભેટતા હોય છે.. આવી દુર્ઘટનાઓને કારણે અનેક વન્ય પ્રાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સિંહો આજે પણ કદાચ મોતને ભેટી શકતા જો સમયસર લોકો પાયલટ દ્વારા બ્રેક મારવામાં આવી ના હોત... મળતી માહિતી અનુસાર ભાવનગરના પીપાવાવ પોર્ટ સ્ટેશનથી પીપાવાવ પોર્ટ સાઈડિંગ તરફ માલગાડી જઈ રહી હતી. જે ટ્રેક પર માલગાડી જઈ રહી હતી તે ટ્રેક પરથી 10 જેટલા સિંહો પસાર થઈ રહ્યા હતા. આ જોયા બાદ લોકો પાયલટ દ્વારા ઈમરજન્સી બ્રેક મારવામાં આવી અને સિંહોના ટોળાને પસાર થવા દીધો..
ઈમરજન્સી બ્રેકે બચાવી સિંહોની જાન!
સિંહો ટ્રેક પરથી પસાર થઈ ગયા તે બાદ માલગાડીને આગળ વધારવામાં આવી. ટ્રેનને પીપાવાવ પોર્ટ સાઇડિંગ તરફ લઈ જવામાં આવી હતી. લોકો પાયલોટે આ અંગે ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને જાણ કરી હતી. લોકો પાયલટની આ કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર, એડિશનલ ડીવીઝનલ રેલ્વે મેનેજર તેમજ અન્ય અધિકારીએ આ કાર્યની પ્રશંસા કરી છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..