હરિયાણાના ગુરુગ્રામથી સામે આવ્યો ચોરીનો વીડિયો, G20 સંમેલનમાં જે ફૂલોથી શહેરને શણગારવાનું હતું તે ફૂલોની થઈ ચોરી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-28 17:16:29

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જી20 સંમેલનમાં ઉપયોગ લેવામાં આવનારા ફૂલોની ચોરી કરવામાં આવી રહી છે. આ વીડિયો હરિયાણાના ગુરૂગ્રામનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 40 લાખની કારમાં આવેલા બે ચોરો 400 રુપિયાના છોડની ચોરી કરતા નજરે પડ્યા હતા. આ છોડને જી-20 સંમેલન દરમિયાન શહેરને શણગારવામાં આવવાનું હતું. લક્ઝરી ગાડીની નંબર પ્લેટ પણ વીઆઈપી હતી.

જી-20માં આવનાર મહેમાનોને ઈમ્પ્રેસ કરવા થવાનો હતો છોડનો ઉપયોગ 

જી-20 સંમેલનનું આયોજન દેશના અલગ અલગ રાજ્યોમાં થઈ રહ્યું છે. હરિયાણામાં પણ જી-20 સંમેલનનું આયોજન થયું છે. ત્યારે ગુરૂગ્રામથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં 40 લાખની કારમાં ચોર આવે છે અને જી-20 સંમેલન માટે શહેરને શણગારવા માટે ઉપયોમાં લેનાર ફૂલો ચોરીને જતા રહે છે. 1 મીનિટ અને 7 સેકેન્ડનો આ વીડિયો છે. જે ગુરૂગ્રામના શંકર ચોકનો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક કાર આવીને ઉભી રહે છે. આ કારમાંથી બે વ્યક્તિ નીચે ઉતરે છે. અને ખાસ પ્રકારના ફૂલોને કારની ડેકીમાં મૂકી રહ્યા છે. ફૂલ છોડની ચોરી કોણ કરે છે તે વીડિયોમાં સ્પષ્ટ દેખાતું નથી. ફૂલ છોડને કારની ડેકીમાં મૂકીને જતા રહે છે. હજી સુધી ચોરની ઓળખ થઈ નથી. 


ભાજપના નેતાએ ચોરીનો વીડિયો કર્યો શેર 

આ વીડિયો સામે આવતા વાયરલ થઈ રહ્યો છે. હરિયાણાના ભાજપના પ્રવક્તા રમન મલિકે આ વીડિયો શેર કર્યો છે. વીડિયો પોસ્ટ કરી તેમણે ગુરુગ્રામ પોલીસ તંત્ર અને હરિયાણાના મુખ્યમંત્રીને આ અંગે તપાસ કરવા અપીલ કરી છે. રમન મલિકે કહ્યું કે આ વ્યક્તિ 40 લાખની કારમાં આવ્યા હતા અને જી-20 સંમેલન માટે મુકવામાં આવેલા ફૂલ છોડની ચોરી કરી રહ્યા છે. ફૂલ છોડની આ રીતે ચોરી થવી શરમજનક ઘટના છે.   


પોલીસ મથકે આ ઘટનાને લઈ લખાઈ ફરિયાદ

આ વીડિયો સામે આવ્યા બાદ ગુરૂગ્રામ મહાનગર ડેવલપમેન્ટ ઓથોરિટીના જોઈન્ટ સીઅીઓ એસકે ચહલે કહ્યું કે જી-20 કાર્યક્રમ માટે મુકવામાં આવેલા ફૂલ-છોડને કથીત રીતે ચોરી કરતા બે લોકોનો વીડિયો વાયરલ થયા બાદ આ મામલો તેમના ધ્યાનમાં આવ્યો છે. પોલીસ મથકે આરોપી કારચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..