ભારતનું અર્થતંત્ર કૃષિ આધારિત છે. જેના થકી દેશનું અર્થતંત્ર ચાલે છે તે જગતના તાતની દશા જોઈને આપણને દયા આવતી હોય છે. અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ખેડૂતોની હાલત કફોડી છે તે દેખાતું હોય છે. પરંતુ આપણે તેમની પીડા નથી સમજી શક્તા. વાતાવરણ તેમજ સિઝન પ્રમાણે ખેતી ખેડૂતો કરતા હોય છે. પરંતુ કોઈ વખત કુદરતને કારણે તો કોઈ વખત માનવ સર્જિત કારણોસર ખેડૂતોને ભોગવવાનો વારો આવતો હોય છે. દરેક વખતે જગતના તાતને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવતો હોય છે. ખાતર માટે લાઈનમાં ઉભા રહેવાનું, બીજ માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે. જો પાકમાં નુકસાની થાય તો પણ વીમો અથવા તો વળતર માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે. પાક તૈયાર થાય તે બાદ વેચાણ અર્થે પણ લાઈનમાં ઉભા રહેવું પડતું હોય છે.
યુરિયા લેવા માટે ખેડૂતોએ લગાવી લાઈન
સોશિયલ મીડિયા પર અનેક વીડિયો સામે આવતા હોય છે આપણને વાસ્તવિક્તાની નજીક લઈ જાય છે. જમીની હકીકત શું છે તે આપણને જણાવતા હોય છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં લાઈનમાં ખેડૂતો નથી ઉભા પરંતુ તેમણે પોતાના ચપ્પલને લાઈનમાં રાખી દીધા છે. આ વીડિયો રાપર તાલુકા ખરીદ વેચાણ સંઘ એપીએમસીનો છે જ્યાં ખેડૂતોએ યુરિયા લેવા માટેની લાઈન લગાવી છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં ખેડૂતોએ ચંપ્પલની લાઈન લગાવી છે. કારણ કે તેમને યુરિયા ખાતર ખરીદવું છે. દિવસ રાત પાણી ભરેલા ખેતરમાં ચાલી જે પાક તૈયાર કર્યો, તે ખેતરમાં યુરિયાની જરૂરિયાત માટે તેઓ આ રીતે લાઈન લગાવી ઉભા છે, એમ તો આવી લાઈન મોટા ભાગના ગામોમાં જોવા મળે છે.
દરેક વખતે લાઈનમાં ઉભા રહેવા ખેડૂતો મજબૂર!
#Gujarat : चप्पलों की इस लाइन को देखकर हैरान मत होइए, क्योंकि की गुजरात में पिछले २८ साल से किसान विरोधी सरकार के शासन की ये तस्वीर हैं,जहां यूरिया रासायनिक खाद लेने के लिए कड़ी धूप में लंबी लाइन में खड़े रहने की बजाय, चप्पलों को ही लेन में लगा दिया गया हैं
— Jagdish Thakor (@jagdishthakormp) September 29, 2023
तस्वीर गुजरात के कच्छ… pic.twitter.com/cMtdqxMoCd