જામનગરથી ગરબાનો વીડિયો વાયરલ થયો જેને જોઈ તમે પણ કહેશો, ભલે ગુજરાતીઓને ગરબા પ્રિય હોય પરંતુ સાવ આવું તો ના જ હોય....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-25 14:40:49

હાલ અકસ્માત ઓવરસ્પીડને કારણે સર્જાઈ રહ્યા છે. ફૂલ સ્પીડ હોવાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તાજેતરમાં જ આવી જ એક ઘટનાનું પ્રત્યક્ષ ઉદાહરણ અમદાવાદમાં બનેલો અકસ્માત છે. ઈસ્કોન ખાતે જે દુર્ઘટના બની તેમાં 10 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમે એવું માનતા હતા કે આ દુર્ઘટના બાદ લોકોમાં સુધાર આવ્યો હશે પરંતુ જ્યારે અમે કહેતા હોઈએ કે આપણે નાગરિકો નહીં પરંતુ ઘેટા-બકારાની ભીડ ભેગી કરીએ છીએ તો તે અતિશયોક્તિ નથી. અમદાવાદની ઘટનાને હજી દિવસો જ વિત્યા છે ત્યારે જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં જાહેર રસ્તા પર લોકોનું ટોળું ગરબા રમી રહ્યું છે.   

રસ્તા વચ્ચે લોકો ઘૂમ્યા ગરબે

સોશિયલ મીડિયા પર લાઈક મેળવવા અનેક લોકો પોતાના જીવને જોખમમાં મૂકે છે. અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે આવનાર દિવસોમાં અકસ્માત રિલ બનાવવાને કારણે થશે.આ વાત એટલા માટે અમે કરી રહ્યા છીએ કારણ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક ગ્રુપ રસ્તા વચ્ચે ગરબા રમે છે. આ વીડિયો જામનગરના બેડી બંદર રોડ પરનો છે. રીલ બનાવવા માટે કેટલાક યુવક  યુવતીઓ રસ્તાની વચ્ચે ગરબે ઘૂમ્યા હતા. વીડિયો એટલો બધો વાયરલ થયો કે તે પોલીસ સુધી પહોંચ્યો. ત્યારે પોલીસે આ મામલે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. પોલીસે “રાસરસીયા ગરબા કલાસીસ”ના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. 


આપણી સમક્ષ થતી ઘટનાઓ પરથી શિખવાની જરૂર છે... 

હાલ તે લોકો સામે કાયદેસર પગલાં લેવામાં આવી રહ્યા છે પણ શરમ આવવી જોઈએ કે આટલી ઘટનાઓ થયા પછી પણ આપણે સુધરતા નથી. રસ્તો કોઈની પર્સનલ પ્રોપર્ટી નથી, કે મરજી પડે તેમ સ્ટંટ કરો. આપણે એક નાગરીક તરીકે એટલું પણ ધ્યાન નથી રાખી શક્તા કે બેસિક રૂલ્સ ફોલ્લો ફરીવી એ આપણી ફરજ છે. બીજા કોઈ માટે નહીં પરંતુ પોતાના માટે તો કાયદાનું પાલન કરવું જોઈએ. અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પણ લોકો સમજતા નથી કે રસ્તા પર ભીડ ભેગી થવાથી કેવો અકસ્માત થઈ શકે છે તેનું ઉદાહરણ આપણી સમક્ષ છે. આપણે રસ્તાને બાપની પ્રોપર્ટી સમજીને કઈ પણ કરીએ તે યોગ્ય નથી. અમારું માત્ર એટલું જ કહવું છે કે તમે સમજો અને ના પીડિત બનો ના આરોપી બનો!



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?