દરેકના જીવનમાં એક સુપરહીરો હોય છે જેને આપણે પિતા તરીકે ઓળખીએ છીએ. પિતા એક એવું પાત્ર જેના માટે ઓછું લખાયું છે ઓછું કહેવાયું છે પરંતુ તે પ્રેમ તો એટલો જ કરે છે જેટલો પ્રેમ માતા કરે છે. કહેવાય છે કે માતા પોતાના લાડથી પોતાના પ્રેમ વ્યક્ત કરી લે છે પરંતુ પિતા પોતાના પ્રેમને વ્યક્ત નથી કરી શક્તા. પિતા ભલે આપણી સામે તેમની લાગણી વ્યક્ત ન કરતા હોય પરંતુ તેમનો પ્રેમ શાશ્વત રહેલો છે. આપણા મનમાં એવું હોય કે પિતા પાસે દરેક વાતનું સોલ્યુશન હશે, જ્યાં આપણે અટવાઈ જઈશું, જ્યાં આપણને કઈ રસ્તો નહીં મળે ત્યારે આપણે પપ્પા પાસે જઈશું કારણ કે આપણને વિશ્વાસ હોય છે કે પપ્પા પાસે આનો કોઈ રસ્તો હશે જ..
ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકને જે ખખડાવે તે હોય છે પિતા
આપણા સારા કામમાં સપોર્ટ કરે અને ખરાબ કામમાં ટકોર કરે તે પિતા. જ્યારે પિતા આપણને ટકોર કરતા હોય ત્યારે તે દુશ્મની બાળકો સાથે લઈ લેતા હોય છે. પિતાને બાળકની નફરતનો શિકાર બનવું પડે છે. બાળકનું ભવિષ્ય ઉજવળ થાય તે માટે પપ્પા તેમને ખખડાવતા હોય છે પરંતુ જ્યાં સુધી બાળક તે વાતને સમજે ત્યાં સુધી મોડું થઈ ગયું હોય છે. સાચું માર્ગદર્શન આપે છે આપણને, નવી નવી વસ્તુઓ શીખવાડે છે. બાળક સૌથી વધારે જો વિશ્વાસ કરતા હોય છે તો તે તેના પિતા પર કરતા હોય છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો થઈ રહ્યો છે વાયરલ
મસ્તી કરતી વખતે બાળકને જ્યારે પિતા ઉછાળે છે ત્યારે બાળકને ડર નથી હોતો કે તે પડી જશે કારણ કે તેને ખબર છે કે પિતા તેને પડવા નહીં દે.. પિતા તેને બચાવી લેશે. આજે પિતા વિશે વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં પિતાનો બાળક પ્રત્યેનો પ્રેમ દેખાઈ રહ્યો છે. શિયાળાની ઠંડીમાં બાળકને ઠંડી ન લાગી જાય, બાળક બિમાર ન પડી જાય તે માટે પિતાએ તેને પોતાની શાલમાં ઢાંકી દીધો છે. મહત્વનું છે કે તમે પણ જ્યારે રસ્તા પર જતા હશો ત્યારે આવા દ્રશ્યો જોવા મળતા હશે અને તમે પણ મનોમન તમારા પિતાને યાદ કરતા હશો.. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે તમારૂં આ વીડિયો મામલે શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો...