Social Media પર Viral થયો Stunt કરતા યુવકનો વીડિયો, Jetpurનાં BJP નેતાનાં પુત્રે કર્યું કાયદાનું ઉલ્લંઘન, શું યુવક વિરૂદ્ધ થશે કાર્યવાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-21 14:07:19

સોશિયલ મીડિયા પર અનેક સ્ટંટ કરતા લોકોના વીડિયો વાયરલ થતાં હોય છે. લોકો સામે રોફ જમાવવા અનેક લોકો મુખ્યત્વે યુવાનો સ્ટંટ કરતા દેખાતા હોય છે. તથ્યકાંડ બાદ આવા સ્ટંટ કરતા લોકોના અનેક વીડિયો સામે આવ્યા છે. પોલીસ પણ એક્શન મોડમાં દેખાઈ રહી છે. વીડિયો વાયરલ થતાં જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શનિવારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ટંટ કરતા લોકોને એક સલાહ આપી હતી કે જો તમને સ્ટંટ કરવાનો આટલો બધો શોખ હોય તો સેનામાં જોડાઈ જાવ. આ નિવેદનને હજૂ ગણતરીના જ દિવસો થયા છે ત્યારે ભાજપના જ નેતાના પુત્રનો સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

સ્ટંટ કરતા લોકોને હર્ષ સંઘવીએ આપી હતી આ સલાહ 

સ્ટંટ કરતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ આપણને અનેક રિલ્સ જોવા મળી હોય છે જેમાં લોકો ઝડપથી વાહન ચલાવતા હોય છે. રિલ્સ અને સોશિયલ મીડિયામાં રોલા પાડવા સ્ટંટ કરવાનો ક્રેઝ યુવાનોમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. પરંતુ સ્ટંટ કરતા યુવાનો નથી વિચારતા કે તેમનો આ ક્રેઝ કોઈની જિંદગી પણ છીનવી શકે છે, અકસ્માત સર્જાઈ શકે છે જેમાં કોઈનું મોત પણ થઈ શકે છે. જે રીતે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો પોતાના જીવનને તો ખતરમાં મૂકે છે પરંતુ બીજાની જિંદગીને પણ ખતરામાં મૂકે છે.


શું ભાજપના નેતાના પુત્ર વિરૂદ્ધ થશે કાર્યવાહી? 

આજના યુવાનોમાં રિલ્સનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે. સ્ટંટ કરતા યુવાનોને શનિવારે હર્ષ સંઘવીએ એક સલાહ આપી હતી કે  સ્ટંટ કરવા હોય તો આર્મીમાં જાવ. આ વાતને હજી ગણતરીના દિવસો જ થયા છે ત્યારે સોશિયલ મીડિયા પર ભાજપના જ નેતાના સુપુત્રનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્ટંટ કરી રહ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં દેખાતો યુવક જેતપુરના ભાજપના નેતાના દિનેશ ભુવાના પુત્ર જયવીર ભુવા છે. તેણે કાર સ્ટંટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર મુક્યો અને પછી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વીડિયોમાં દેખાય છે કે યુવક ટ્રાફિકના તમામ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યો છે. હવે સવાલ છે કે આ નબીરાના પપ્પા ભાજપમાં નેતા છે તો તેની સામે કાર્યવાહી થશે?


સ્ટંટબાજોને નથી કાયદાનો ડર?

અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ પણ રાજ્યમાં અનેક નબીરાઓ બેફામ વાહન ચલાવી રહ્યાં છે. તથ્યકાંડ બાદ પણ ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતા લોકો સબક લેવા તૈયાર નથી. ઘટનામાંથી કોઈ બોધપાઠ લેવાની વાત તો બાજુમાં રહી પરંતુ તેમનાથી પણ અકસ્માત થઈ શકે છે તે વિચારતા નથી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરી રહી છે. પોલીસની કાર્યવાહીનો પણ જાણે લોકોને બીક ન હોય તેવું લાગી રહ્યું છે. ખબર છે કે સ્ટંટ કરવું પોતાના માટે તો નુકસાનકારક છે પરંતુ બીજાને પણ આને કારણે હાની પહોંચી શખે છે તો પણ લોકો સ્ટંટ કરી રહ્યા છે. એ લોકો સાબિત કરી રહ્યાં છે કે સ્ટંટબાજોને પોલીસ કે કાયદાનો કોઈ જ ડર નથી, તો આવા બેફામ સ્ટંટબાજો પર લગામ ક્યારે લાગશે તે મોટો સવાલ છે. અને જેના પપ્પા નેતા હોય એના દીકરાને તો એ વાતનો જ ઘમંડ હોય ને કે મારા પપ્પાતો નેતા છે એટલે મારુ કોઈ શું ઉખાડી લેશે? ત્યાં હવે જોવું એ રહ્યું છે કે શું ભાજપના નેતા વિરૂદ્ધ કાર્યવાહી થશે કે પછી? 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?