સોશિયલ મીડિયા પર વાયરલ થયો ભ્રષ્ટાચારથી બનેલા રોડનો વીડિયો! એક હાથથી ઉખડી રહ્યો છે ડામરનો રોડ, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-19 11:01:23

અનેક વખત રોડ રસ્તાની વાતો કરતા હોઈએ છીએ. છેલ્લા ઘણા સમયથી રસ્તાને લઈ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે. થોડા સમય પહેલા એવો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ચાદરની જેમ રસ્તો લોકો ઉખેડી રહ્યા હતા. ત્યારે ફરી એક વીડિયો સામે આવ્યો છે જેમાં રસ્તા પર લગાવવામાં આવતા ડામરને ઉખેડવામાં આવી રહ્યો છે. નવોનક્કોર રસ્તો હાથમાં આવી રહ્યો છે. આ વીડિયો જામનગરનો હોવાનું સામે આવ્યું છે. રસ્તા પર જાણે સીધેસીધું ડામર પાથરી દેવામાં આવ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 

રસ્તાઓ પર ચોમાસા દરમિયાન પડતા હોય છે ખાડા 

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ રહ્યા છે. અનેક રસ્તાઓ પર ખાડા પડી જતા હોય છે, તો અનેક જગ્યાઓ પર ભૂવા પડતા હોય છે. ચોમાસામાં જેમ વરસાદ વરસતો હોય તેવી રીતે ભૂવાઓ પડી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો સામે આવતા હોય છે જેમાં રસ્તાઓ હાથમાં આવી જતા હોય છે. રસ્તાઓની નબળી કામગીરીને લઈ લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ખાડાને કારણે શરીરને તો નુકસાન પહોંચે છે પરંતુ વાહનને પણ નુકસાન પહોંચે છે. રસ્તાઓ પર  પડેલા ખાડા માત્ર જનતાને દેખાતા હોય છે પરંતુ સત્તાપક્ષના નેતાઓને ખાડા દેખાતા નથી. વાત પણ સાચી છે જ્યારે મોટા નેતાઓ રસ્તાઓ પર નીકળવાના હોય ત્યારે રસ્તાને સારા કરી દેવામાં આવતા હોય છે. નવા રસ્તાનું નિર્માણ કરવામાં આવતું હોય છે.


હાથથી એક વ્યક્તિ ઉખાડી રહ્યો છે રસ્તાનો ડામર

રસ્તાના નિર્માણ દરમિયાન નબળી કામગીરી કરવામાં આવતી હોય છે જેને લઈ સામાન્ય વરસાદમાં પણ રસ્તાનું ધોવાણ થઈ જતું હોય છે. રોડને લઈ એમ પણ ચર્ચાઓ થતી રહેતી હોય છે. ત્યારે જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં માણસ આસાનીથી રોડ પર પાથરવામાં આવેલા ડામરને ઉખાડી રહ્યો છે. રોડ એટલો તકલાદી છે કે ડામર હાથથી ઉખાડતા પણ મુશ્કેલી નથી થતી. આની પહેલા પણ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ચાદરની જેમ રસ્તાને ઉપાડવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ છે કે રસ્તાના નિર્માણ પાછળ કરોડો ખર્ચવામાં આવે છે, થોડો સમય થયો નથી અને રસ્તા પર પાઈપલાઈન અથવા તો અન્ય વસ્તુને લઈ ખોદકામ કરવામાં આવતું હોય છે. જેને લઈ ફરીથી કરોડોનો ખર્ચો થાય છે. આ રુપિયા જનતા દ્વારા ભરવામાં આવેલા ટ્રેક્સના હોય છે.

રસ્તા પર પડેલા ખાડા માત્ર લોકોને જ દેખાય છે!

રસ્તા પર ખાડા પડતા રસ્તા અંગે જ્યારે ડિબેટમાં પૂછવામાં આવ્યું ત્યારે ભાજપના પ્રવક્તાએ દેવાંશી જોશીને જણાવ્યું કે રસ્તાઓ એવા બનાવ્યા છે જાણે નાના બાળકોના ગાલ હોય છે એવા. તે પહેલા રસ્તાને લઈ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું હતું કે રસ્તા એટલા સારા છે જો તમે રકાબીમાં ચા પીઓ તો પણ પડે નહીં. મહત્વનું છે કે એ લોકો તો રસ્તા સારા જ લાગવાના કારણ કે જ્યારે કોઈ નેતા અથવા અધિકારી રસ્તા પરથી પસાર થવાના હોય ત્યારે રસ્તાને સુધારી દેવામાં આવે છે. રસ્તાનું રિપેરિંગ કરવામાં આવતું હોય છે. પરંતુ જે અગવડ પડે છે તે સામાન્ય વ્યક્તિને પડે છે. સારા રસ્તા બને તેવી માગ અનેક વખત લોકો દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ કોઈના પેટનું પાણી નથી હલતું.       



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?