સોશિયલ મીડિયા પર વાયરલ થયો ઓવરસ્પીડમાં ડ્રાઈવ કરતી યુવતીનો વીડિયો! યુવાનોએ તથ્ય પટેલ કેસમાંથી લેવો જોઈએ સબક!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-29 16:34:59

તથ્ય પટેલ કાંડ થયા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઓવરસ્પીડિંગના તેમજ રિલ્સ પર સૌથી વધારે ધ્યાન આકર્ષાય છે. ત્યારે સુરતથી પહેલા પોલીસનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તે સ્ટંટ કરતા દેખાતા હતા. ત્યારે એક યુવતીનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી રહી છે. અનેક વખત અમે કહેતા આવ્યા છીએ કે આપણે નાગરિક બનીએ તો સારૂ, પરંતુ રીલ બનવવાની ઘેલછામાં યુવાનો અનેક હદોને પાર કરી રહ્યા છે. પહેલા પણ અનેક વખત આપણે આવા વીડિયો જોયા હશે પરંતુ ધ્યાન નહીં આપ્યું હોય. પરંતુ હવે તો આવા વીડિયો પર વધારે ધ્યાન જઈ રહ્યું છે. એ અમારૂં હોય કે પછી તમારૂ ધ્યાન હોય.. 

એક યુવતીનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

સોશિયલ મીડિયા પર જન્નત મીર નામની છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે બેફામ રીતે ગાડી ચલાવી રહી છે. આજકાલ જે બેફામ રીતે ગાડી ચલાવતા લોકોના વીડિયો સામે આવી રહ્યા છે તેની પાછળ સૌથી વધારે જવાબદાર છે સોશિયલ મીડિયા અને તેમના માં બાપ. વાલીઓ પોતાના યુવાન બાળકોની જીદને સંતોષવા માટે ટ્રાફિકના નિયમોની જાણકારી આપ્યા વગર ગાડીની ચાવી આપી દેતા હોય છે. ચાવી તો માતા પિતા આપી દેતા હોય છે પરંતુ એમના સંતાનો ગાડી કઈ સ્પીડે ચલાવે છે, કેવી રીતે ચલાવે છે તેની પર ધ્યાન નથી આપતા. તેનું જીવતું જાગતું ઉદાહરણ છે પ્રજ્ઞેશ પટેલ.  


માતા-પિતાના વ્હાલની કિંમત બીજા લોકોને ચૂકવવી પડે છે... 

આ બધા વીડિયો જોઈ એક પ્રશ્ન માતા પિતાને પૂછવો છે કે જ્યારે તમે તમારા બાળકોને ટેબલ મેનર્સ શીખવાડો છો ત્યારે ટ્રાફિકના નિયમો શીખવાડવાનું કેમ ભૂલી જાવ છો? એમને ગાડીની ચાવી આપી દો છો ત્યારે જોવો છો કે એ રસ્તા પર કેવી રીતે ચલાવે છે? ક્યારેય તમે તમારા બાળકોની તેમજ રસ્તા પર જતા બીજા લોકોની ચિંતા કરી છે કે જો અકસ્માત સર્જાશે તો તેમનું શું થશે? આવી રીતે બેફામ ચલાવવાને કારણે શું દુર્ઘટના સર્જાઈ શકે છે તે તો આપણી સમક્ષ છે જ. તથ્ય પટેલનો કેસ.. આપણે પણ આપણી ફરજ સમજી ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે રાજ્યમાં એક તથ્ય નથી, ઢગલાબંધ તથ્ય છે. તથ્ય માત્ર એક એવી પેઢી, એવા નબીરાઓનું પ્રતિબિંબ છે જેમના માટે આટલી સ્પીડમાં ગાડી ચલાવવી સામાન્ય છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?