થોડા સમય પહેલા રાજકોટથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક મહિલા ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતી હતી. તથ્ય પટેલ કેસ બાદ આવા વીડિયો પર પોલીસ દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત આવા વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થતા હોય છે. નબીરાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માગ ઉઠતી હોય છે. તથ્ય પટેલ બાદ તો ઓવરસ્પીડિંગ વાળા વીડિયોનો જાણે વરસાદ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. યુવતી વિરૂદ્ધ રાજકોટ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. એક વીડિયો સોશિયલ મીડિયા પર રાજકોટ પોલીસ દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં તે યુવતી માફી માગી રહી છે.
કાયદાભંગ થતા હોય તેવા વીડિયો થયા હતા વાયરલ
તથ્ય પટેલ દ્વારા થયેલા અકસ્માતની ચર્ચાઓ થઈ રહી હતી તે સમય દરમિયાન અનેક એવા વીડિયો સામે આવ્યા હતા જેમાં ઓવરસ્પીડિંગ તેમજ કાયદાનો ભંગ કરતા લોકો દેખાતા હતા. ગુજરાત પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ કરવામાં આવી રહી છે જેમાં કાયદાનો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર પણ અનેક એવા વીડિયો વાયરલ થયા હતા તે લોકો વિરૂદ્ધ પણ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
અટકાયત બાદ મહિલાએ માફી માગી
રાજકોટથી થોડા સમય પહેલા એક યુવતીનો વીડિયો સામે આવ્યો હતો જેમાં એક યુવતી ઓવરસ્પીડમાં ગાડી ચલાવી રહી હતી. તે યુવતી વિરૂદ્ધ કાર્યવાહી પોલીસે કરી હતી. વીડિયો વાયરલ થયા બાદ રાજકોટ પોલીસ દ્વારા તે યુવતીની અટકાયત કરી લેવામાં આવી છે. જેમાં તે યુવતી માફી માગ રહી છે. યુવતીએ કહ્યું કે જે વીડિયો વાયરલ થયો છે તે જૂનો છે. એના માટે આઈએમ સો સોરી. બીજા લોકોને તેણે સલાહ આપતા કહ્યું કે સ્લો સ્પીડમાં ગાડી ચલાવી જોઈએ. એ આપણી જવાબદારી છે.