તેલંગાણાથી એક વીડિયો સામે આવ્યો જે બાદ રસ્તા પરથી આઈસ્ક્રીમ ખાવાનું બંધ કરી દેશો! એવા કારસ્તાન કર્યા કે પોલીસે કરી ધરપકડ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-20 17:52:08

આઈસ્ક્રીમ બધાને ખાવાનો શોખ અનેક લોકોને હોય છે. રસ્તા પર મળતો આઈસ્ક્રીમ આપણે ઘણી વખત ખાધો હશે. પરંતુ એક વીડિયો સામે આવ્યો છે તેલંગાણાથી જેમાં આઈસ્ક્રીમ વિક્રેતા હસ્તમૈથુન કરી રહ્યો છે અને તે બાદ આઈસ્ક્રીમમાં તેનું વીર્ય મિક્સ કરે છે. આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તે બાદ પોલીસે આઈસ્ક્રીમ વિક્રેતા વિરૂદ્ધ કાયદાકીય પગલા લીધા છે. આ મામલે તપાસ હાથ ધરી છે. આઈસ્ક્રીમ વિક્રેતાની ઓળખ કાલૂરામ તરીકે થઈ છે અને રાજસ્થાનના વતની છે. પોલીસે વીડિયોને ધ્યાનમાં રાખી તપાસ આરંભી છે. 


આઈસ્ક્રીમ વિક્રેતા વિરૂદ્ધ પોલીસે કરી કાર્યવાહી!

આપણે હજી સુધી એવી વાતો સાંભળી છે કે ખાવાની વસ્તુમાં લોકો ભેળસેળ કરે છે. નકલી વસ્તુઓ આપણને ખાવા માટે આપે છે, આરોગ્ય સાથે ચેડા થાય છે. પરંતુ તેલંગાણાથી એક વીડિયો સામે આવ્યો છે તે જોયા પછી એમ થાય કે આ શું? એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં આઈસ્ક્રીમ વિક્રેતા હસ્તમૈથુન કરી રહ્યો છે અને  તે બાદ આઈસ્ક્રીમમાં તેનું વીર્ય મિક્સ કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. તેલંગાણામાં એક શેરી-બાજુના આઇસક્રીમ વેચનારની ધરપકડ કરવામાં આવી છે જ્યારે તે ફાલુદામાં વીર્ય ભેળવતો જોવા મળ્યો હતો. 


આઈસ્ક્રીમ વિક્રેતાની પોલીસે કરી ધરપકડ 

જે વ્યક્તિ આવું કરી રહ્યો હતો તેની ઓળખ કાલુરામ કુરબિયા તરીકે થઈ છે. આ વ્યક્તિ હસ્તમૈથુન કરતો અને આઈસ્ક્રીમની મીઠાઈમાં વીર્ય ભેળવતો. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ અને ત્યારબાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. જે વીડિયો સામે આવ્યો છે તે વીડિયો કથિત રીતે નેકકોંડામાં આંબેડકર સેન્ટરની બહાર ફિલ્માવાયેલો - સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, ખાદ્ય સુરક્ષા અધિકારીઓ અને પોલીસે કુર્બિયાને શોધી કાઢ્યા અને તેની ધરપકડ કરી. મીડિયા રિપોર્ટ અનુસાર આ વ્યક્તિ, જે રાજસ્થાનનો વતની છે, તેની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.   



લોકો જે તહેવારની આતુરતાથી રાહ જોતા હતા તે દિવાળીનો તહેવાર આજે છે... આજે વિક્રમ સંવત 2080નો અંતિમ દિવસ છે. આવતી કાલથી નવા વર્ષનો પ્રારંભ થવાનો છે... દિવાળીને ધર્મનો અધર્મ, સત્યનો અસત્ય પરનો પર્વ માનવામાં આવે છે..

આજે કાળી ચૌદશ છે... કાળી ચૌદશને નરક ચૌદશ અથવા નાની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે.... દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે..

ધનતેરસનો ઉલ્લેખ અનેક ધાર્મિક ગ્રંથોમાં મળે છે.. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથનમાંથી અનેક પદાર્થો નિકળ્યા... અન્ય પદાર્થોની સાથે કમલાસના શ્રીલક્ષ્મી એક હાથમાં કુંભ અને બીજા હાથમાં કમળ સાથે પ્રગટ થયાં.

સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય અને સુપરવાઈઝર તેમજ શિક્ષકોએ શાળાના ખૂબ જ જરૂરિયાતમંદ તેમજ માતા પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી અને ભેટ સોગાદો આપ્યા હતા..