લગ્નના અનેક અનોખા તેમજ વિચિત્ર વીડિયો સામે આવતા હોય છે પરંતુ આજે સાંબરકાંઠાથી જે વીડિયો સામે આવ્યો છે તે એકદમ રસપ્રદ છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ આવતા હોય છે જેમાં લગ્નના અનેક વર્ષો બાદ દંપત્તિ ફરી લગ્ન કરતા હોય છે. પરંતુ આજે દંપત્તિની વાત કરવી છે તે દંપત્તિ અનેક વર્ષોથી જોડે રહે છે પરંતુ દંપત્તિએ પ્રથમવાર લગ્નના કર્યા છે અને વિધી અનુસાર ફેરા ફર્યા છે. પૈસાની સગવડ થતા 10 પુત્ર અને 50 પૌત્રની હાજરીમાં 70 વર્ષ વટાવી ચૂકેલા દંપત્તિ લગ્નના બંધનમાં બંધાયા છે.
10 પુત્ર અને 50 પૌત્ર-પૌત્રીની હાજરીમાં દાદા-દાદીએ કર્યા લગ્ન!
આજે એવા લગ્નની વાત કરવી છે જેના વિશે તમે ભાગ્યે જ ક્યાંક સાંભળ્યું હશે અને જો સાંભળ્યું હશે તો પણ તે દંપતીએ ફરીથી લગ્ન કર્યાં હોય તે પ્રકારનું હશે, પરંતુ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના નાડા ગામે આદિવાસી સમાજના રિતીરિવાજો પ્રમાણે 70 વર્ષ વટાવી ચૂકેલા દંપતીએ તો પ્રથમવાર જ લગ્નના ફેરા ફર્યા છે. પહેલી વાર લગ્ન કરતી વખતે જેવી રીતે ધામધૂમ કરવામાં આવતી હોય છે તેવી જ ઉજવણી દાદા દાદીના લગ્નમાં તેમના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. દાદા દાદીની ચોથી પેઢી લગ્નમાં ડીજેના તાલ પર ઝૂમી ઉઠી હતી.
70 વર્ષની ઉંમરે દાદા દાદી બંધાયા લગ્નના બંધનમાં!
આદિવાસી સમાજમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં પૈસાની સગવડ ના હોવાને કારણે લોકો લગ્ન કરી શક્તા નથી. પરંતુ આગેવાનોની હાજરીમાં તેમજ તેમની સંમતિથી બંને એક બીજા સાથે રહે છે અને ગૃહાસ્થ જીવન ગાળે છે. ત્યારે સાબરકાંઠામાં બે દિવસ પહેલા લગ્ન યોજાયા હતા તેણે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષી લીધું છે. અશક્ત હોવાને કારણે દાદીને ચાલવામાં તકલીફ પડતી હતી જેને લઈ તેમને ખાટલા પર બેસાડીને ફેરવવામાં આવ્યા હતા. પુત્રોએ માતાને તેડીને ફેરા ફરાવ્યા હતા. આ લગ્નમાં આખું ગામ મહેમાન બન્યું હતું. અને લોકો ડીજેના તાલ પર ઝૂમ્યા હતા. આવો જોઈએ એ વીડિયો....