પાટણમાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં જોવા મળ્યો અનોખો નજારો, ડાયરામાં રૂપિયાની સાથે લોકો લઈને આવ્યા રોટલી!!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-17 12:46:42

લોક ડાયરામાં કલાકારો ઉપર અનેક વખત નોટોનો વરસાદ થતો હોય છે તો કોઈ વખત ડોલરોનો વરસાદ થતો હોય છે. પરંતુ પાટણમાં કીર્તિદાન ગઢવી પર રોટલીનો વરસાદ કરવામાં આવ્યો છે. પાટણ શહેરમાં પ્રખ્યાત રોટલીયા હનુમાન દાદાનું મંદિર આવ્યું છે. એ મંદિરમાં માત્ર રોટલીનો પ્રસાદ જ ચઢે છે. ત્યારે થોડા સમય પહેલા હનુમાન દાદાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું. ત્યારે મંદિરના પ્રથમ પાટોત્સવ પ્રસંગે કીર્તિદાન ગઢવીનો ડાયરો રાખવામાં આવ્યો હતો જેમાં પૈસા ઉપરાંત લોકો રોટલી લઈને આવ્યા હતા. આ ડાયરામાં 50 હજારથી વધુ રોટલા રોટલી ભેગી થઈ હતી. અને આ રોટલીથી અબોલા પશુઓનું પેટ ભરવામાં આવશે.  




હનુમાન દાદાને પ્રસાદી તરીકે ચઢે છે રોટલી! 

સમગ્ર રાજ્યમાં હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે. પરંતુ પાટણમાં આવેલું રોટલિયા હનુમાન મંદિર સૌથી અલગ છે. દાદાને રોટલીનો પ્રસાદ અપર્ણ કરવામાં આવે છે. ત્યારે થોડા સમય પહેલા દાદાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું. પ્રથમ પાટોત્સવ નિમીત્તે લોકગાયક કીર્તીદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ ડાયરામાં ભાગ લેવા માટે લોકો ઘરેથી રોટલો અથવા રોટલી લઈને આવવાનું હતું. આમ લોકો રોટલી સાથે ડાયરો સાંભળવા આવ્યા હતા. કીર્તિદાન ગઢવી પાસે રોટલીઓના ઢગલા લોકોએ કરી દીધા હતા. 


'આ ડાયરામાં રુપિયાની સાથે રોટલીના ઢગલા લોકોએ કરી દીધા'  

ડાયરામાં ભેગા થયેલા રોટલા અબોલ પશુઓને ખવડાવવામાં આવશે. કીર્તિદાન ગઢવીએ કહ્યું હતું કે પાટણ ખાતે આવેલા રોટલીયા હનુમાન મંદિરમાં ફૂલ કે આભૂષણની જગ્યાએ રોટલા કે રોટલી ચઢાવવામાં આવે છે. જેનો ઉપયોગ જીવદયામાં કરવામાં આવે છે. મેં અનેક લોક ડાયરા કર્યા જેમાં રૂપિયાનો વરસાદ થાય છે પણ આ લોક ડાયરામાં રુપિયાના વરસાદ સાથે રોટલા અને રોટલીના લોકોએ ઢગલા કરી દીધા હતા.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?