સંસ્કૃત ભાષાને બચાવવાનો ભગીરથ પ્રયાસ, રાજ્યસ્તરની શાસ્ત્રીય સ્પર્ધાનું કરાયું આયોજન


  • Published By :
  • Published Date : 2023-01-05 17:23:29

રાજ્યમાં અનેક સંસ્કૃત પાઠશાળાઓ આવેલી છે. સંસ્કૃત પાઠશાળામાં વેદોનું પઠન તેમજ શાસ્ત્રાર્થ કરવામાં આવતું હોય છે. ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં એક અનોખી સ્પર્ધા યોજાઈ હતી જેમાં મંત્રો, વેદોની ચર્ચા, પુરાણો તેમજ ભગવદ્ ગીતાના મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. ઋષિકુમારોએ મંત્રો કંઠસ્થ કરીને સ્પર્ધામાં ભાગ લીધો હતો. 


ગુરૂકુલ પરંપરાથી ઋષિકુમારોએ મેળવી છે વિદ્યા

આપણી સંસ્કૃતિ વેદોની સંસ્કૃતિ છે. અનેક ભાષાની જનેતા સંસ્કૃત ભાષાને માનવામાં આવે છે. સંસ્કૃત તેમજ સંસ્કૃતિનું રક્ષણ કરવા અનેક સંસ્થાઓ કાર્ય કરી રહી છે. રાજ્યમાં સંસ્કૃતની અનેક શાળાઓ તેમજ ગુરૂકુલો છે જ્યાં પુરાણો, વેદો તેમજ શ્રીમદ ભગવત ગીતાનું અધ્યયન કરાવામાં આવે છે. મંત્રોને કંઠસ્થ કરાવામાં આવે છે. 


600 ઋષિકુમારોએ લીધો સ્પર્ધામાં ભાગ 

ત્યારે સુરતના અડાજણ સ્થિત બદ્રીનારાયણ મંદિર ખાતે 31મી શાસ્ત્રીય સંસ્કૃત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં ચાલતી 46થી વધુ સંસ્કૃત શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 600 જેટલા ઋષિકુમારોએ ભાગ લીધો હતો. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ કમિશ્નર શાળાઓની કચેરી તેમજ રાજ્ય સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળના ઉપક્રમે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રી-દિવસીય સ્પર્ધામાં કુલ 32 પ્રકારની ચર્ચાઓ કરવામાં આવશે જેમાં વેદ, પુરાણ, ન્યાય, મીમાંસા વગેરેની સ્પર્ધાઓ યોજાશે.                   


પ્રથમ દિવસે આ સ્પર્ધામાં વ્યાકરણ શલાકા. વ્યાકરણ ભાષણ, ન્યાય ભાષણ, સાહિત્ય ભાષણ, અષ્ટાધ્યાય સૂત્ર પાઠ તેમજ શ્રીમદ્ ભગવદ્ ગીતાના મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. શલાકા એટલેકે સ્પર્ધામાં નિયત કરેલા વિષયોને સ્પર્ધાથીઓએ સંપૂર્ણપણે કંઠસ્થ કરવાનો હોય છે. અને આ સ્પર્ધામાં ત્રણ તબક્કા નિયત કરવામાં આવ્યા હતા. કંઠસ્થીકરણ, સામાન્ય પ્રશ્નોત્તરી તેમજ ત્રણ વિશેષ પ્રશ્નોત્તરી અને શાસ્ત્રાર્થ એમ ત્રણ તબક્કામાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 


આ સ્પર્ધામાં મંત્રોનું કરવું પડે છે કંઠસ્થ ઉચ્ચારણ  

આ સ્પર્ધામાં 600 જેટલા ઋષિકુમારોએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં ઋષિકુમારો સંપૂર્ણ ગ્રંથ પર અધ્યયન કરી નિરિક્ષકો સામે પ્રસ્તુત થતા હોય છે અને નિરીષકો દ્વારા ગ્રંથના કોઈપણ પેજ ખોલવામાં આવે અને તે પાના પરનો શબ્દ બોલે અને ત્યાંથી ઋષિકુમાર મંત્રનો ઉચ્ચારણ કરવાનું શરૂ કરે અને નિરિષક ઓમ્ ના કહે ત્યાં સુધી મંત્રોચ્ચારણ કરતા રહે છે. બીજા તેમજ ત્રીજા તબક્કામાં  આ વિષયો પર ગહન ચર્ચાઓ તેમજ પ્રશ્નોત્તરી કરવામાં આવે છે. 


લુપ્ત થતી સંસ્કૃત ભાષાને બચાવવાનો કરાયો પ્રયાસ  

આજ કાલ આવી સ્પ્રર્ધાઓ થતી રહેવી જોઈએ જેને કારણે લુપ્ત થતી સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિ જન-જન સુધી પહોંચે. જે પરંપરાથી ઋષિકુમારોને વિદ્યા આપવામાં આવે છે તેને ગૂરૂકુલ પરંપરા કહેવામાં આવે છે. ગુરૂકુલ પરંપરા પ્રમાણે અભ્યાસ કરતા ઋષિકુમારો એ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વેદ, પુરાણોની જાણકારી લોકો સુધી પહોંચે અને આપણી ધરોહર લુપ્ત ન થતી જાય તે આશયથી આનું આયોજન રાજ્ય સરકારના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનાર ઋષિકુમારને રાષ્ટ્રીય સ્તરે મોકલવામાં આવશે. સંસ્કૃત ભાષાનો પ્રચાર થાય અને સંસ્કૃત ભાષાનો દરજ્જો વધે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.