વિવાદોમાં ઘેરાયેલ લોકગાયક દેવાયત ખવડને યુકેના NRIએ મારી નાખવાની આપી ધમકી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 10:10:55

NRI જીતનું ઈન્સ્ટાગ્રામ સસ્પેન્ડ તેમજ તેની સામે કાર્યવાહી કરવાની દેવાયત ખવડની માગ
જીત લાઈવ કરીને ધમકી આપી રહ્યો હોવાનો હાઈકોર્ટ સમક્ષ કરેલી અરજીમાં ઉલ્લેખ
દેવાયત ખવડની અરજીઓ પર રાજકોટ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો પણ આક્ષેપ

Book Devayat Khavad | Contact, Booking, Event | Live Clefs

રાજકોટના પ્રખ્યાત લોકકલાકાર દેવાયત ખવડે જીત નામનો યુકેમાં રહેતો NRI સોશિયલ મીડિયા પર તેમને ધમકી આપી રહ્યો હોવાનો આક્ષેપ કરતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. જેમાં તેમણે શખ્સ મનફાવે તેવા અપશબ્દો પણ કહી રહ્યો હોવાનું ઉમેર્યું હતું. અરજીમાં લોકકલાકારે NRIનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ સસ્પેન્ડ કરવાની માગ કરી હતી.

દેવાયત ખવડ અને ધમકી આપનારની ફાઈલ તસવીર 

અમદાવાદઃ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ એ સામાન્ય વસ્તુઓ છે. માત્ર બોલિવુડ કે ટેલિવુડના સેલિબ્રિટી જ નહીં કેટલીકવાર નેતાઓ પણ કોઈ વાતને લઈને ટ્રોલ થઈ જાય છે. આવા જ ટ્રોલિંગથી કંટાળીને રાજકોટના જાણીતા લોકગાયક દેવાયત ખવડે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે, તેમણે યુનાઈટેડ કિંગ્ડમમાં રહેતા જીત નામના એનઆરઆઈ સામે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર અપમાનજક શબ્દોનો ઉપયોગ તેમજ ધમકી આપી રહ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. વકીલ ઉત્કર્ષ દવે દ્વારા દાખલ કરવામાં આવેલી તેમની બે અરજીઓમાં, દેવાયત ખવડે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ સસ્પેન્ડ કરવાની અને વિદેશથી તેમને ધમકી આપવા બદલ કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી છે. રાજકોટમાં મોડાસિયા સામે નોંધાવેલી ફરિયાદો પર પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરી હોવાથી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હોવાની દલીલ લોકગાયકે કરી હતી.


દેવાયત ખવડને ધમકીઓ આપી રહ્યો છે NRI

દેવાયત ખવડે રજૂઆત કરી હતી કે, તેઓ વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા ધરાવતા ગાયક છે અને સમાજમાં તેઓ આદરણીય વ્યક્તિ છે. તેમને સોશિયલ મીડિયા પર બદનામ અને અપમાનિત કરવા સિવાય ધમકીઓ આપવાનું પણ શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ કરીને તે સતત ખવડને ધમકીઓ આપી રહ્યો છે અને દુર્વ્યવહાર કરી રહ્યો છે. લાઈવ-સ્ટ્રીમ્ડ વીડિયોને ભારત અને વિદેશમાં હજારો લોકો દ્વારા જોવામાં આવે છે. 'આરોપી સામે વધુ વિલંબ કર્યા વગર કડક પગલા લેવા જોઈએ કારણ કે તેની આ હરકતના કારણે અરજદાર માનસિક પીડામાં છે', તેમ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


દેવાયત ખવડે હાઈકોર્ટ સમક્ષ કરી બે અરજી

બીજી અરજીમાં ખવડે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દૂર કરવા અથવા સસ્પેન્ડ કરવાની અપીલ કરી છે. તેમણે રજૂઆત કરી હતી કે, અકાઉન્ટ અને પ્રવૃતિઓ 'ભારતની સાર્વભૌમત્વ અને સ્થિરતા માટે ખતરો' છે. અરજીમાં તેમ પણ ઉમેરવામાં આવ્યું છે કે, લોકગાયક તરીકે દેવાયત ખવડ બહોળો ચાહક વર્ગ ધરાવે છે અને જીતના કારણે જો કોઈ અપ્રિય ઘટનાઓ બને તો તેમના ચાહકોની પ્રતિક્રિયા કેવી રહેશે તે અંગે આગાહી કરવી મુશ્કેલ છે. મોડાસિયાના અકાઉન્ટને સસ્પેન્ડ કરવા સિવાય ગાયકે તેના આઈડી પર શેર કરવામાં આવેલા વીડિયો અને રિલ્સ પણ દૂર કરવાની માગ કરી હતી. દિવાળી વેકેશન બાદ હાઈકોર્ટ આ અરજીઓ પર સુનાવણી હાથ ધરે તેવી શક્યતા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?