ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે માનવતાને શર્મસાર કરી દે તેવી હોય છે. બળાત્કારના કેસની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સુરતમાં એક ઘટના બની છે જેમાં 2 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સોમવાર સાંજથી બાળકી ગુમ હતી જે બાદ બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાળકી તો મળી પરંતુ મૃત હાલતમાં. બાળકીના પરિવારનો આક્ષેપ છે કે બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તે બાદ તેની હત્યા કરવામાં આવી છે.
સોમવાર સાંજથી ગુમ હતી બાળકી
દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. માણસોની માનસિકતા દિવસેને દિવસે વિકૃત થઈ રહી છે. નાની નાની બાળકી હવસનો ભોગ બની રહી છે. દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી દેવામાં આવે છે. સુરતમાં એક ચકચારી ઘટના બની છે જેમાં બે વર્ષની બાળકી પર બળાત્કાર આચરવામાં આવ્યું છે. દુષ્કર્મ કર્યા બાદ બાળકીની હત્યા કરી દેવામાં આવી હતી. સોમવાર સાંજથી બાળકીની શોધખોળ પરિવાર કરી રહ્યો હતો. પરિવારને બાળકી નહીં પરંતુ તેની લાશ મળી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે બાળકી પર પહેલા દુષ્કર્મ થયું છે અને તે બાદ તેની હત્યા કરી દેવામાં આવી છે. બાળકીનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.
કેવી રીતે બની ઘટના?
સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના છેવાડાના સચિન પોલીસ સ્ટેશન વિસ્તાર કપ્લેથા ગામમાં રહેતા પરપ્રાંતિય પરિવારની બે વર્ષની બાળકી પર બાજુમાં રહેલા યુવકે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ માસુમ બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાળકી ઘર પાસે રમી રહી હતી જે દરમિયાન તે અચાનક ગાયબ થઈ ગઈ હતી. બાળકી ઘરે પાછી ન આવતા પરિવારે શોધખોળ આરંભી હતી. પરંતુ બાળકી ન મળતા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.
પોલીસે હાથ ધરી કાર્યવાહી
ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસે બાળકીની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાળા તેના ઘર નજીક રહેતા શાહીદ અહમદ પટેલ નામના યુવાન સાથે જોવા મળી હતી. જે બાદ પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. જે બાદ પોલીસને બાળા કપ્લેથા ગામની ઝાડીમાંથી મળી આવી હતી. પોલીસે નરાધમને પકડી પાડયો હોવાની માહિતી સામે આવી છે.