મહારાષ્ટ્રના ભિવંડીમાં બે માળની બિલ્ડીંગ થઈ ધરાશાયી, એક વ્યક્તિનું થયું મોત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-27 11:41:25

મહારાષ્ટ્રના ભિવંડીમાં એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં બે માળની ઈમારત ધરાશઈ થઈ છે. ઈમારત પડી જવાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. શુક્રવારે વહેલી સવારે ખાદીપુર વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ છે. ઈમારતના ધરાશાઈના સમાચાર મળતા જ રાહત કાર્યોની શરૂઆત કરવામાં આવી હતી.

  


ઈમારત પડી જવાને કારણે સર્જાઈ દુર્ઘટના 

અનેક વખત ઈમારતો ધરાશાઈની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. થોડા સમય પહેલા પણ બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે આવી જ એક દુર્ઘટના મહારાષ્ટ્રમાં બની છે. ભિવંડીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનો જીવ ગયો છે. 


ઘટનામાં થયું એક વ્યક્તિનું મોત 

જ્યાં બિલ્ડીંગ પડી જવાને કારણે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે લોકો સૂઈ રહ્યા હતા. બિલ્ડીંગ કેટલી જૂની હતી તે અંગેની જાણકારી નથી.પોલીસે દુર્ઘટનાને કારણે મોત થયું હોવાની વાતને ધ્યાનમાં રાખી પોલીસે ગુન્હો નોંધ્યો છે અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.   




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.