રમતા રમતા બાળકો એવી મસ્તી કરતા હોય છે જે તેમના પરિવારને ભારે પડી શકતી હોય છે. મસ્તીમાં મસ્તીમાં બાળકો દ્વારા કરવામાં આવતી વસ્તુઓ કોઈ વખત તેમના માટે પ્રાણઘાતક સાબિત થતી હોય છે. ત્યારે ઘોઘંબામાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ગજાપુરા ગામમાં તળાવની બાજુમાં ખાડામાં પાંચ બાળકો ન્હાવા પડ્યા હતા જેમાંથી ચાર બાળકોના મોત થઈ ગયા છે. વહેલી સવારે રમતા રમતા બાળકો તળાવ પાસે પહોંચ્યા હતા અને તળાવમાં ન્હાવા પડ્યા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.
એક સાથે થયા ચાર બાળકોના મોત!
પોતાના દીકરાઓ દરેકને પોતાની જાન કરતા વ્હાલા હોય છે. બાળક ભવિષ્યનો સહારો બનશે તેવી દરેક માતા પિતાને આશા હોય છે. માતા-પિતાને મુખાગ્નિ સંતાનો આપે તેવી આશા માતા પિતાને હોય છે પરંતુ અનેક વખત એવું બનતું હોય કે પિતાએ પોતાના સંતાનને મુખાગ્નિ આપવી પડે છે. ત્યારે પંચમહાલમાં એક દુખદ દુર્ઘટના સર્જાઈ છે. ગજાપુરા ગામમાં તળાવની બાજુમાં ખાડામાં પાંચ બાળકો ન્હાવા પડ્યા હતા જેમાંથી ચાર બાળકોના મોત થઈ ગયા છે. વહેલી સવારે રમતા રમતા બાળકો તળાવ પાસે પહોંચ્યા હતા અને તળાવમાં ન્હાવા પડ્યા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. એક જ પરિવારના બાળકોના મોત ખાડામાં ડૂબી જવાને કારણે થયા છે જેને કારણે પરિવારમાં આક્રાંદ વ્યાપી ઉઠ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં જે બાળકોના મોત થયા છે તેમના નામ છે - સંજય બારીયા જેની ઉંમર 10 વર્ષની હતી. 9 વર્ષનો પરસોત્તમ બારીયાનું નિધન થયું છે. તે ઉપરાંત 11 વર્ષના રાહુલ બારીયાનું મોત પણ તળાવામાં ડૂબી જતા થયું છે. 11 વર્ષીય અંકિત બારીયા પણ મોતને ભેટ્યો છે. પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.
સ્ટોરી અપડેટ થઈ રહી છે...