આવતી કાલે ઉત્તરાયણનો પર્વ છે. ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવવામાં આવે છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી લોકો ઘણા સમય પહેલેથી કરી દેતા હોય છે. પતંગ ચગાવતી વખતે અનેક અકસ્માત થતા હોય છે જેમાં લોકોના મોત થતા હોય છે તો કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે સુરતમાં કરૂણ ઘટના બની છે જેમાં એક કિશોરનું મોત થયું છે. પલસાણાના વાંકાનેડામાં ધાબા પર પતંગ ચગાવતી વખતે 15 વર્ષનું બાળક પડી જતા તેનું મોત નિપજ્યું છે.
પતંગને કારણે અનેક વખત સર્જાય છે અકસ્માત
ઉત્તરાયણ સમયે અકસ્માતોની સંખ્યામાં વધારો થતો હોય છે. પતંગની દોરીથી અકસ્માત અથવા દુર્ઘટના સર્જાતી હોય છે જેને કારણે લોકોના મોત થઈ જતા હોય છે અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે ઉત્તરાયણના એક દિવસ પહેલા સુરતમાં એક એવી ઘટના બની જેમાં બાળકનું મોત થઈ ગયું છે જેને કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
ધાબા પરથી પડી જતા થયું 15 વર્ષના બાળકનું મોત
આ કરૂણ ઘટના પલસાણાના વાંકાનેડામાં બની છે. પતંગ ચગાવવા ધાબા પર લોકો જતા હોય છે. ત્યારે બાળક પર ધાબા પર પતંગ ચગાવવા જતો હતો. પરંતુ ઘરના ધાબા પર તાળું મારેલું હતું. જેથી બાજુના ધાબા પર જઈ પોતાના ઘરના ધાબા પર જવાની કોશિશ કરી. ઓટીએસ ક્રોસ કરવા જતી વખતે બાળક પાંચમાં માળેથી નીચે પટકાયો. જેને કારણે તેનું મોત થઈ ગયું છે. 15 વર્ષના બાળકનું મોત થતા પરિવાર શોકમાં ડુબી ગયો છે.