કાનપુરમાં બની દુ:ખદ ઘટના, જમીન પર કબજો હટાવવા પહોંચેલી ટીમ સામે માતા-પુત્રી મોતને ભેટ્યા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-14 11:42:19

અનેક રાજ્યોમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં દબાણ હટાવતી વખતે એક કરૂણ ઘટના બની છે. મળતી માહિતી અનુસાર કાનપુર દેહતમાં અતિક્રમણ હટાવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન માતા-પુત્રી જીવતા સળગી ગયા હતા. દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એક મહિલા બુમો પાડતી ઝુંપડીની અંદર જતી રહે છે અને અંદરથી દરવાજો બંધ કરી લે છે. પોલીસ પણ ત્યાં પહોંચે છે. દરવાજો તોડવામાં આવે છે અને આ બધા વચ્ચે ઝુંપડીમાં આગ લાગી જાય છે. મહિલા અને તેમની પુત્રી અંદર હતા અને પોલીસની સામે બંને લોકો જીવતા બળી જાય છે અને મોતને ભેટે છે.

  

આ ઘટનાનો વીડિયો આવ્યો સામે 

ઉત્તરપ્રદેશના કાનપુરના એક નાનકડા ગામમાં જમીન પરથી કબજો હટાવવાની કામગીરી ચાલી રહી હતી. કબજો હટાવવા પોલીસ અને પ્રશાસનની ટીમ ચાહલા પહોંચી હતી. તે દરમિયાન એક કરૂણ ઘટના બની છે જેમાં માતા અને પુત્રીનું મોત થયું છે. કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એક મહિલા બુમો પાડતી ઝુંપડીની અંદર જતી રહે છે અને અંદરથી દરવાજો બંધ કરી લે છે. પોલીસ પણ ત્યાં પહોંચે છે. દરવાજો તોડવામાં આવે છે અને આ બધા વચ્ચે ઝુંપડીમાં આગ લાગી જાય છે. કોંગ્રેસ દ્વારા આ ઘટનાનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.   


ઘટનાને પગલે સ્થાનિકોમાં વ્યાપી ઉઠ્યો રોષ 

આ ઘટના સોમવાર સાંજે બની હતી અને આ ઘટનાના થોડા વીડિયો સામે આવ્યા છે. જેમાં આગ પર કાબુ મેળવવા પોલીસ બુલડોઝર મંગાવે છે અને ઝુંપડીને પાડી નાખે છે. પછી મહિલાના પુત્રનો અવાજ આવે છે જેમાં રોતા રોતા કહી રહ્યો છે કે જુઓ, મારી મમ્મી બળી રહી છે. પત્ની તેમજ પુત્રીને બચાવતી વખતે તેમના પિતા પણ ખરાબ રીતે દાઝી જાય છે. આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.  


આગ લગાડવાનો લગાવવામાં આવ્યો આરોપ 

રોષે ભરાયેલા લોકોએ ઓફિસરને કુહાડી મારીને ઘાયલ કર્યા છે. લોકોમાં ગુસ્સો જોઈ ઓફિસરો ત્યાંથી ભાગી ગયા હતા. સ્થાનિકોએ ઓફિસરો પર ગામના 10 લોકોની હત્યા કરવાના ગુના સાથે ફરિયાદ કરવાની માગ કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે કબજો હટાવતા ગામના લોકોએ ઝૂંપડીને આગ લગાવી દીધી હતી. જ્યાં સુધી મહેસુલ અને પોલીસ અધિકારી તેમજ ગામના કેટલાક લોકો વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં નહીં આવે. 


ડીએમએ આ અંગે આપ્યો ખુલાસો   

બીજી તરફ ડીએમ નેહા જૈને કહ્યું તે ગામડાની સોસાયટીનું 1642 નંબર જમીન કૃષ્ણ ગોપાલના કબજામાં છે. ગામના લોકોની ફરિયાદના આધારે આ મામલે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. એસડીએમ પોલીસની ટીમ સાથે દબાણ હટાવવા ગયા હતા. ત્યારે જ માતા અને પુત્રીએ ઝુંપડીની અંદર જઈને પોતાને આગ ચાંપી દીધી હચ. આગને કાબુમાં લેવા પ્રયત્ન કરવામાં આવ્યા જેમાં પોલીસ ઈન્સ્પેક્ટર દાઝી ગયા. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને તે બાદ કાર્યવાહી કરવામાં આવશે.   




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..