કર્ણાટકમાં નિર્માણ પામેલા મેટ્રોનો થાંભલો પડી જતા સર્જાઈ દુર્ઘટના, બે લોકો મોતને ભેટ્યા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-10 17:10:24

કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં એક ઘટના બની છે. જેમાં 2 લોકોના મોત થયા છે. આઉટર રિંગ રોડ પર નિર્માણ પામતું મેટ્રોનો થાંભલો પડી ગયો છે. મેટ્રોનો થાંભલો પડી જવાથી એક મહિલા અને તેના બાળકનું મોત થયું છે. આ ઘટનાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સવારના 11 વાગ્યે બની હતી.

  

થાંભલો પડતા બે લોકો મોતને ભેટ્યા

બેંગલુરૂમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક દુર્ઘટના બની જેમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને લઈ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસના જણાવ્યાર અનુસાર આ ઘટના સવારે બની હતી. 


ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ 

સ્કૂટી પર અઢી વર્ષનું બાળક તેની માતા સાથે જઈ રહ્યો હતો તે સમયે નિર્માણ પામી રહેલી મેટ્રોનો થાંભલો તેમની પર પડી ગયો. થાંભલાની ઉંચાઈ 40 ફીટ હતી જ્યારે તેનું વજન પણ અનેક ટનનું હતું. ઉપરથી પડવાને કારણે બંને વ્યક્તિઓ તેની નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો.   




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.